For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુએ કબૂલ્યુ નિમંત્રણ કહ્યુ: ‘ચરિત્રવાન માણસ છે જનાબ, ભરોસો કરી શકાય'

પાકિસ્તાનના નવા કેપ્ટન ઈમરાન ખાન બનશે, તેમના પીએમ પદના શપથગ્રહણ સમારંભમાં ભારતની ચાર મહાન હસ્તીઓને નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના નવા કેપ્ટન ઈમરાન ખાન બનશે, તેમના પીએમ પદના શપથગ્રહણ સમારંભમાં ભારતની ચાર મહાન હસ્તીઓને નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ ચાર હસ્તીઓ છે ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને બોલિવુડ સ્ટાર આમીર ખાન. જેમાં નવજોતસિંહ સિદ્ધુઓએ ઈમરાન ખાનના નિમંત્રણને સ્વીકારી લીધુ છે. પંજાબના કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટક સિદ્ધુએ આ વિશે નિવેદન જારી કરીને કહ્યુ કે ઈમરાન ખાન પર ભરોસો કરી શકાય છે.

ઈમરાન ખાન ચરિત્રવાન માણસ છે...

ઈમરાન ખાન ચરિત્રવાન માણસ છે...

નવજોતસિંહે કહ્યુ કે એક ખેલાડી જ મુશ્કેલીઓને હટાવે છે અને લોકોને જોડવાનું કામ કરે છે, ખેલાડીના વિચારો અલગ હોય છે, ઈમરાન ખાન ચરિત્રવાન માણસ છે અને તેમનું નિમંત્રણ મળવુ સમ્માનની વાત છે એટલા માટે તે ઈમરાન ખાનનું નિમંત્રણ સ્વીકાર કરે છે.

ઈમરાન ખાન 11 ઓગસ્ટે પ્રધાનમંત્રી પદના શપથ લેશે

ઉલ્લેખનીય છે કે ઈમરાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) હાલમાં જ થયેલી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યુ છે. ઈમરાન ખાન 11 ઓગસ્ટે પ્રધાનમંત્રી પદના શપથ લેશે, કાંડાના જાદૂગરના નામથી જાણીતા નવજોતસિંહ સિદ્ધુએ ઈમરાનનું નિમંત્રણ સ્વીકારી લીધુ છે તો કપિલ દેવ અને આમીર ખાને આ નિમંત્રણ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પહેલા આપ્યુ નિવેદન અને બાદમાં કર્યુ ખંડન

પહેલા આપ્યુ નિવેદન અને બાદમાં કર્યુ ખંડન

તમને જણાવી દઈએ કે આ પહેલા પીટીઆઈના પ્રવકતાએ કહ્યુ હતુ કે સાર્ક દેશોના નેતાઓના શપથગ્રહણમાં શામેલ થવા માટે નિમંત્રણ મોકલવા પર વિચાર કરવામાં આવી શકે છે. જો કે પીટીઆઈએ મંગળવારે સાંજે જ આ સમાચારોનું ખંડન કરી દીધુ હતુ.

English summary
Indian politician and former cricketer Navjot Singh Sidhu on Wednesday accepted the invitation of Pakistan Tehreek-e-Insaaf (PTI)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X