For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુવિધાઓ ચેક કરવા અંડરકવર એજન્ટ રાખશે રેલવે

સ્ટેશનો અને ટ્રેનોમાં જમવાની ગુણવત્તા અને મુસાફરોને મળતી બાકીની સુવિધાઓ પર નજર રાખવા માટે રેલવે અંડર કવર એજન્ટ રાખવા પર વિચાર કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

સ્ટેશનો અને ટ્રેનોમાં જમવાની ગુણવત્તા અને મુસાફરોને મળતી બાકીની સુવિધાઓ પર નજર રાખવા માટે રેલવે અંડર કવર એજન્ટ રાખવા પર વિચાર કરી રહી છે. સામાન્ય જનતાના વેશમાં આ એજન્ટ સ્ટેશન પર જમવાની ગુણવત્તા, કર્મચારીઓના વ્યવહાર અને બાકીની સુવિધાઓ પર નજર રાખશે. એજન્ટ આનો ફીડબેક સીધો રેલવે મંત્રાલયને આપશે.

સામાન્ય જનતાના વેશમાં હશે એજન્ટ

સામાન્ય જનતાના વેશમાં હશે એજન્ટ

મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવા માટે રેલવે નવી સ્કીમ અને પ્રકારો લઈને આવ્યુ છે. જેથી સ્ટેશનો અને મુસાફરો સાથે કર્મચારીઓના વ્યવહારનો રિપોર્ટ સીધો મંત્રાલયને આપી શકાય. આ અંડર કવર એજન્ટ સામાન્ય જનતાના રૂપમાં મુસાફરોને મળતી સુવિધાઓ ચેક કરશે અને પછી રિપોર્ટ કાર્ડ સીધુ મંત્રાલયને મોકલશે.

બધી સુવિધાઓ પર હશે એજન્ટની નજર

બધી સુવિધાઓ પર હશે એજન્ટની નજર

રેલવે મંત્રાલયના એક અધિકારી અનુસાર રેલવે અંડરકવર એજન્ટ રાખવા પર વિચાર કરી રહી છે જે સાદા કપડાંમાં જમવાની ક્વોલિટી, કર્મચારીનો વ્યવહાર અને ટ્રેન-સ્ટેશનો પર બાકીની સુવિધાઓ પર નજર રાખશે. બાકી લોકોને તે એક સામાન્ય મુસાફરની જેમ જ જોવા મળશે. અધિકારીએ આગળ જણાવ્યુ કે સામાન્ય મુસાફરની જેમ જમવાનું ખરીદશે અને તેની જેમ જ બાકીની સુવિધાઓ લેશે. ત્યારબાદ તે તેમને પર્ફોર્મન્સના આધાર પર રેટ કરશે અને મંત્રાલયને પોતાની રિપોર્ટ સોંપશે.

સીધો મંત્રલાયને જશે રિપોર્ટ

સીધો મંત્રલાયને જશે રિપોર્ટ

અંટડરકવર એજન્ટ પાસે પહેલેથી જ નક્કી કરેલ પેરામિટર હશે જેમાં તે સુવિધાઓને રેટ કરશે. અધિકારીએ જણાવ્યુ કે પારદર્શિતા રાખવા માટે આ સમગ્ર પ્રક્રિયા અને અડંરકવર એજન્ટની જાણકારી ફિલ્ડ ઓફિસરને જણાવવામાં નહિ આવે. અધિકારી અનુસાર આ ઘણા વિચારોમાંનો એક વિચાર છે જેને રેલવે અપનાવવા વિશે વિચારી રહ્યુ છે જેથી જે સેવાઓ તે પ્રદાન કરે છે તેની પર નજર રાખી શકાય.

English summary
Indian Railway Is Planning To Use Undercover Agents To Check Food Quality, Staff Behaviour And Other Services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X