For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટ્રેનમાં મળશે ફ્લાઈટ જેવી સુવિધા, જાણો ખાસ વાત

આ ટ્રેનમાં મળશે ફ્લાઈટ જેવી સુવિધા, જાણો ખાસ વાત

|
Google Oneindia Gujarati News

અન્ય દેશોની રેલવે સર્વિસની જેમ જ ભારતીય રેલવે પણ પોતાના યાત્રીઓને સુવિધા આપવામાં પાછળ નથી છૂટી રહ્યું. બલકે યાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખતા નિત-નવિન સર્વિસ પ્રદાન કરી રહયું છે. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં વંદે માતરમ એક્સપ્રેસને શરૂ કરી રેલવેએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. હવે અહેવાલ છે કે રેલવે તરફથી વંદે ભારત એક્સપ્રેસમાં ફ્લાઈટ જેવી હોસ્પિટાલિટી સેવા શરૂ કરવામાં આવી છે. રેલવેએ એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વંદે ભારતમાં શરૂ થયેલ આ પાયલટ પ્રોજેક્ટની જવાબદારી આઈઆરસીટીસીને આપવામાં આવી છે.

હવે ટ્રેન હોસ્ટેસ પણ હશે

હવે ટ્રેન હોસ્ટેસ પણ હશે

જણાવી દઈએ કે ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ટ્રેન હોસ્ટેસ હશે. આઈઆરસીટીસી તરફથી યાત્રીઓને સુવિધા માટે દિલહીથી વારાણસી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસમાં ટ્રેન હોસ્ટેસ અને સ્ટીવર્ડ્સની નિયુક્તિ પણ કરી લેવામાં આવી છે. વંદે ભારત માટે 34 કુશળ ટ્રેન હોસ્ટેસ અને ફ્લાઈટ સ્ટીવર્ડની નિયુક્તિ કરવામાં આવી છે. આ વિશે આઈઆરસીટીસીના પ્રવક્તાએ જણાવ્યું કે રેલવે યાત્રિઓને પ્રીમિયમ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહ્યું છે.

ટ્રાયલ સેવા છ મહિના માટે શરૂ કરવામાં આવી

ટ્રાયલ સેવા છ મહિના માટે શરૂ કરવામાં આવી

જી ન્યૂજના રિપોર્ટ્સ મુજબ સામાન્ય રીતે ટ્રેનમાં યાત્રિઓને ખાવાનું સર્વ કરનારને લાઈસેન્સ્ડ કેટર્સને 8-10 હજાર રૂપિયા પ્રતિ માસ આપે છે પરંતુ સારી સેવા આપવા માટે આઈઆરસીટીસી આ ટ્રેન હોસ્ટેસ અને સ્ટીવર્ડ્સને 25000 રૂપિયા પ્રતિ માસ આપી રહી છે. વંદે ભાત એક્સપ્રેસમાં આ ટ્રાયલ સેવા છ મહિના માટે શરૂ કરવામાં આવી છે. જો સફળ થાય છે તો સેવાને અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરવામાં આવશે.

લીલી ઝંડી દેખાડી

લીલી ઝંડી દેખાડી

પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી દિલ્હીથી વારાણસી માટે રવાના કરી હતી. અગાઉ આને ટ્રેન-18ના નામે પણ ઓળખવામાં આવતી હતી. વંદે ભારતને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવી હતી. ટ્રેન 18ના કોચમાં રી-જેનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આપામાં આવી છે જે 30 ટકા લીટર એનર્જી એન્જીન છે.

કાશ્મીરમાં બૂટ પૉલિસ કરી રહ્યા છે ધોની, ફેન્સને પસંદ આવી કર્નલની સાદગી કાશ્મીરમાં બૂટ પૉલિસ કરી રહ્યા છે ધોની, ફેન્સને પસંદ આવી કર્નલની સાદગી

English summary
indian railway started to giving services like flights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X