22 મેથી રેલવે સ્પેશિયલ ટ્રેનનું વેઈટિગ લિસ્ટ શરૂ કરશે
નવી દિલ્હીઃ દેશમાં યથાવત કોરોના સંકટ વચ્ચે રેલવે તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સ્પેશિયલ ટ્રેનમાં 22 મેથી વેઈટિંગ ટિકિટ શરૂ કરાશે. રેલવે બોર્ડે બુધવારે માત્ર પોતાની વર્તમાન વિશેષ ટ્રેન જ નહિ બલકે આગામી તમામ ટ્રેનોમાં યાત્રા માટે 22 મેથી પ્રતીક્ષા સૂચીનું પ્રાવધાન શરૂ કરવા સંબંધી આદેશ જાહેર કર્યો છે. વર્તમાન વિશેષ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે, જ્યારે 22 મેથી થઈ રહેલી યાત્રાઓને પગલે 15 મેથી ટિકિટોના બુકિગમાં પ્રતીક્ષા સૂચીમાં ટિકિટ બુક કરાવવાનો પ્રાવધાન હશે. હવે 1 ACમા 20, એગ્જીક્યૂટિવ ક્લાસમાં 20, 2ACમાં 50, 3એસીમાં 100, એસી ચેર કારમાં 100 અને સ્લિપર કોચમાં 200 સુધી વેઈટિંગ ટિકિટ કાપવામાં આવશે.
રેલવેએ ઝોનોને મોકલેલા બોર્ડના આ આદેશમા સંકેત આપવામાં આવ્યાછે કે રેલવે વ્રતમાન એસી ટ્રેનોને બદલે મિશ્રિત સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેનો એ પણ મતલબ છે કે મોટા શહેરોની સાથસાથ નાના શહેરો માટે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. હાલ રાજધાની સ્પેશિયલ મોટા શહેરો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
જણાવી દઈએ કે અગાઉ રેલવેએ વિશેષ ટ્રેનમાં યાત્રા કરવાને લઈ કેટલાક જરૂરી દિશાનિર્દેશો પણ જહેર કર્યા હતા. જે મુજબ યાત્રા પહેલા પણ તમામયાત્રીઓનુ સ્ક્રીનિંગ થશે અને તેમને ફેસ કવર લગાવવું ફરજીયાત હશે. તાવ, શરદી વગેરેથી પીડિત હોય તેવા યાત્રીઓના શરીરનું તાપમાન પણ ચકાસવામાં આવશે. આ ઉપરાંત જે યાત્રીમાં કોરોના વાયરસના કોઈપણ લક્ષણ જણાય તેને યાત્રા કરવાની મંજૂરી આપવામા નહિ આવે.
આર્થિક પેકેજ લઈને આવ્યાં નાણામંત્રી, જાણો કયા સેક્ટરને કેટલા કરોડ મળ્યા