For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાથી વધુ સુરક્ષિત બની રેલવે મુસાફરી, જુઓ આંકડા

પહેલાથી વધુ સુરક્ષિત બની રેલવે મુસાફરી, જુઓ આંકડા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતીય રેલવેની ટૉપ પ્રાયોરિટી જ સુરક્ષા અને તકલીફ વિનાનું ટ્રાવેલ ઉપલબ્ધ કરાવવું છે. 2014થી થયેલ ભારે અકસ્માતો બાદ વર્ષ 2017-18માં 73 ટકા જેટલા રેલવે અકસ્માતોની સંખ્યા ઘટી છે. વર્ષ 2013-14માં કુલ 118 જેટલા અકસ્માતો થયાં હતાં જે વર્ષ 2017-18માં 62 ટકા ઘટ્યા હતા. વર્ષ 2017-18માં કુલ 73 રેલવે અકસ્માતો થયા હતા. ઉપરાંત ટ્રેકના સમારકામ અને રિપ્લેસમેન્ટ પાછળ પણ સરકારે ખાસ્સો એવો ખર્ચ કર્યો છે. 2013-14માં 2926 કિમીના ટ્રેક સમારકામ અને રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા હતા જે 50 ટકા વધીને 2017-18માં 4405 કિમીના થઈ ગયા.

TRAIN

આ ઉપરાંત રેલવેએ 14 પ્રમુખ ટ્રેનોના રનિં ટાઈમને પણ ઘટાડી દીધો, જેમાં રાષ્ટ્રીય રાજધાનીથી હાવડા-પટના અને દિલ્હી-અમૃતસર શતાબ્દી સહિત રાજધાની એક્સપ્રેસ ટ્રેનો પણ સામેલ છે, આમાંથી મોટાભાગની ટ્રેનો ભાડી વાળા રૂટ પર ચાલે છે. ઓક્ટોબર 2016માં રાજધાની ટ્રેનો અને શતાબ્દી ટ્રેનો સહિત કુલ 350 મેલ-એક્સપ્રેસ અને 74 સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમયથી 5-25 સમય પહેલા સ્ટેશને પહોંચી જતી હતી. જણાવી દઈએ કે આ વર્ષે રેલવેએ પોતાના અખિલ ભારતીય રેલવે સમયપત્રકને 15મી ઓગસ્ટ 2018થી જાહેર કર્યું હતું. જેને ટ્રેન એટ અ ગ્લેન્સ નામ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રેલવેના તમામ 17 જોનલનું પણ પોતાના ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં પાંચ તમામ જોનલ ટાઈમ છે જેમાં 3-4 ક્ષેત્રીય રેલવે જોન સામેલ છે. વર્ષ 2017-18માં 90 નવી રેલવે સેવાઓની શરૂઆત કરવામાં આવી, જ્યારે 43 સેવાઓની સંખ્યા વધારી દેવામાં આવી 9 સેવાઓની ફ્રીક્વન્સી પણ વધારી દેવામાં આવી. ચાલુ વર્ષે 15મી ઓગસ્ટ 2018 સુધી, 35 સેવાઓની પહેલે જ રજૂ કરવામાં આવી છે, જ્યારે 28 ટ્રેનની સંખ્યા વધારી દેવામાં આવી છે અને 5 ટ્રેનોની ફ્રીક્વેન્સીમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- પીએમ મોદીને વર્ષ 2018ના સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશે

English summary
Indian railways ensures safe and hassle free travel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X