For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Train 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપે

દેશની પહેલી એન્જિન વિનાવી ટ્રેન Train 18 બનાવનાર ચેન્નઈની ઈન્ટીગ્રલ કોચ ફોક્ટરી હવે લક્ઝરી મેમુ ટ્રેન લઈને આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશની પહેલી એન્જિન વિનાવી ટ્રેન Train 18 બનાવનાર ચેન્નઈની ઈન્ટીગ્રલ કોચ ફોક્ટરી હવે લક્ઝરી મેમુ ટ્રેન લઈને આવી છે. મેમુ એટલે કે મેનલાઈન ઈલેક્ટ્રીકલ મલ્ટિપલ યુનિટ ટ્રેન ઓછા અંતરમાં ચાલશે અને આમાં સુવિધાઓ લગભગ 18 જેવી જ હશે. ઈન્ટરસિટી ટ્રાવેલને સરળ બનાવવા માટે આ ટ્રેનો લાવવામાં આવી રહી છે. આ મેમુ ટ્રેનો 110થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. અત્યારે દેશમાં રાજધાની ટ્રેનોની મહત્તમ સ્પીડ 130 કિમી છે. વળી હાલમાં લોન્ચ ટ્રેન 18ની મહત્તમ ગતિ 180 કિમી પ્રતિ કલાક છે.

આ પણ વાંચોઃ 'હત્યારોપી' વાળા નિવેદન પર રવિશંકર પ્રસાદ સામે કોર્ટ પહોંચ્યા શશિ થરુરઆ પણ વાંચોઃ 'હત્યારોપી' વાળા નિવેદન પર રવિશંકર પ્રસાદ સામે કોર્ટ પહોંચ્યા શશિ થરુર

ટ્રેન 18ની જેમ બનાવવામાં આવી મેમુ ટ્રેન

ટ્રેન 18ની જેમ બનાવવામાં આવી મેમુ ટ્રેન

નવી મેમુ ટ્રેનમાં બે મોટર કોચ અને છ ટ્રેલર કોચ હશે. હાલની મેમુ ટ્રેનો 2,402 મુસાફરો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. વળી, નવી મેમો ટ્રેનોમાં એક વારમાં 2,612 મુસાફકો સફર કરી શકશે. વળી, 247 મુસાફરો બે મોટર કોચમાં બેસી શકે છે. ટ્રેનમાં સીસીટી કેમેરા છે અને જીપીએસ આધારિત અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે જે મુસાફરોને આગલા સ્ટેશનની જાણકારી આપશે. આની સીટો પણ હાલની ટ્રેનો કરતા આરામદાયક બનાવવામાં આવી છે.

ઉર્જા બચત સહિત છે ઘણી ઉત્કૃષ્ટ સુવિધાઓ

ઉર્જા બચત સહિત છે ઘણી ઉત્કૃષ્ટ સુવિધાઓ

નવી મેમો ટ્રેનમાં રિજેનરેટિવ બ્રેકિંગ છે જેનાથી 35 ટકા ઉર્જાની બચત થશે. દરેક કોચમાં ટોયલેટ બનાવવામાં આવ્યા છે અને ડ્રાઈવર કેબિન સાથે જોડતી ઈમરજન્સી ટોક બેંક સુવિધા પણ આપવામાં આવી છે. આ ટ્રેનને બનાવવામાં 26 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મેમુ ટ્રેનને 13 કે 14 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવવામાં આવી શકે છે. ત્યારબાદ આને ટેસ્ટ અને ટ્રાયલ માટે રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટેડર્ડ્ઝ ઓર્ગેનાઈઝેશન (RSDO) પાસે મોકલવામાં આવશે.

જીએને ગણાવી ટ્રેન 18ની નાની બહેન

જીએને ગણાવી ટ્રેન 18ની નાની બહેન

ઈંટીગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) ના જનરલ મેનેજર સુધાંશુ મણિએ આને ટ્રેન 18ની નાની બહેન ગણાવી છે. તેમણે કહ્યુ કે હાલમાં જે મેમુ ટ્રેનો ચાલી રહી છે. તેમા ટ્રેક્શન મોટર ડ્રાઈવિંગ મોટર કોચોમાં લગાવેલો છે. જેનાથી બેસવાની જગ્યા ઓછી થઈ જાય છે. એટલા માટે નવી મેમો ટ્રેનોમા ટ્રેક્શન મોટરને મોટર કોચોની નીચે લગાવવામાં આવ્યુ છે જેનાથી મુસાફરોને બેસવા માટે વધુ જગ્યા મળે છે.

આ પણ વાંચોઃ 'હું શ્વાસ નથી લઈ શકતો', આ હતા જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દોઆ પણ વાંચોઃ 'હું શ્વાસ નથી લઈ શકતો', આ હતા જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દો

English summary
Indian Railways Launches Upgraded MEMU Train, Calls It 'Train 18' Little Sister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X