For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખેડૂત આંદોલન વચ્ચે રેલવેએ માત્ર સીખોને મોકલ્યા PM મોદીની કલ્યાણકારી યોજનાઓના ઈમેલ

સોશિયલ મીડિયા પર પીએમ મોદીની કલ્યાણકારી યોજનાઓના ઈમેલ માત્ર સીખોને મોકલવાના સમાચારો ઝડપથી ફેલાયા બાદ IRCTCએ આના પર પોતાનો અધિકૃત જવાબ મોકલ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂત આંદોલન વચ્ચે ઘણા મીડિયા સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય રેલવેની પીએસયુ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશને(IRCTC) પોતાના 1.90 કરોડ ગ્રાહકોને એક ઈમેલ મોકલ્યો છે. સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઈમેલમાં સિખ સમાજ માટે પીએમ મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ IRCTC લગભગ 1.90 કરોડ ગ્રાહકોને ઈમેલ મોકલ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સમાચારો ઝડપથી ફેલાયા બાદ IRCTCએ આના પર પોતાનો અધિકૃત જવાબ મોકલ્યો છે.

pm modi

ભારતીય રેલવેએ કહ્યુ કે તેમણે આ રીતના કોઈ ઈમેલ જેમાં પીએમ મોદી અને સિખોના સંબંધને જણાવ્યો હોય... લગભગ 2 કરોડ ગ્રાહકોને મોકલ્યા નથી. સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલનને શાંત કરાવવા માટે ઈમેલ દ્વારા રેલવેનો લાભ લઈ રહી છે. પરંતુ બધા રિપોર્ટને ભારતીય રેલવેએ ફગાવી દીધા છે. આઈઆરસીટીસી(IRCTC) એ પોતાના અધિકૃત જવાબમાં કહ્યુ, મીડિયાના એક ભાગમાં એક સમાચાર રિપોર્ટ પ્રકાશિત થયો છે કે સરકાર આઈઆરસીટીસી ઈમેલના માધ્યમથી સિખો સુધી પોતાની વાત પહોંચાડી રહી છે.

પરંતુ અમે આ બધાને સૂચિત કરવા માંગીએ છીએ કે કોઈ પણ વિશેષ સમાજને કોઈ પણ ખાસ રીતનો મેલ મોકલવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટમાં આઈઆરસીટીસીની ટિપ્પણીઓને યોગ્ય રીતે દર્શાવવામાં આવી નથી. IRCTCએ કહ્યુ કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ IRCTC દ્વારા જનહિતમાં સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે આ રીતની ગતિવિધિઓ કરવામાં આવી છે.

આજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલીઆજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલી

English summary
Indian railways reply on sending nearly 2 crore emails of PM Modi welfare schmes to sikhs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X