For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો, 28 પૈસા ઘટીને 71.02 નો થયો 1 ડૉલર

અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઘટીને 71.02 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો.

|
Google Oneindia Gujarati News

અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઘટીને 71.02 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો. રૂપિયામાં ઘટાડા પાછળ ઓઈલ ઈમ્પોર્ટ્સને કારણ માનવામાં આવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારા પાછળ પણ આ જ કારણ માનવામાં આવી રહ્યુ છે. અમેરિકી ડૉલરની મજબૂતી વૈશ્વિક સ્તર પર અન્ય દેશોના ચલણ નબળા કરી રહ્યા છે.

rupees

પિયો રોજ રેકોર્ડ નીચલા સ્તર પર જઈ રહ્યો છે. આજે પણ ડૉલરના મુકાબલે રૂપિયો અત્યાર સુધીના રેકોર્ડ નીચલા સ્તર પર ખુલ્યો અને 71 ને પાર પહોંચી ગયો. ડૉલરના મુકાબલે રૂપિયો 22 પૈસાના ઘટાડા સાથે 70.96 ના સ્તર પર ખુલ્યો હતો જ્યારે થોડી વાર પછી 28 પૈસા ઘટીને 71.02 ના આંકડા પર પહોંચી ગયો. ગુરુવારે 1 ડૉલરના મુકાબલે રૂપિયો 70.74 ના સ્તર પર બંધ થયો હતો.

મંગળવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 70.09 પર બંધ થયો હતો પરંતુ બુધવારે રૂપિયો પહેલી વાર 70.50 ના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો જ્યારે ગુરુવારે એક ડૉલરના મુકાબલે રૂપિયો 70.74 પર બંધ થયો હતો. વળી, શુક્રવારે રૂપિયો વધુ ઘટીને 70.02 ના સ્તર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ ફરી પડી મોંઘવારીની માર, પેટ્રોલ-ડિઝલના વધ્યા ભાવ, જાણો કિંમતઆ પણ વાંચોઃ ફરી પડી મોંઘવારીની માર, પેટ્રોલ-ડિઝલના વધ્યા ભાવ, જાણો કિંમત

રૂપિયામાં ઘટાડાની થશે અસર

જો રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો તો વિદેશી રોકાણકારો પણ શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી લેશે. જેનાથી જે લોકોએ મોટી કંપનીઓમાં પોતાના પૈસા લગાવી રાખ્યા છે તેમને નુકશાન થશે. રૂપિયો નબળો પડવાથી મોટેભાગે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવોમાં વધારો થઈ શકે છે. આમાં ટેલિવિઝન, ફ્રિઝ, ડિજિટલ કેમેરા, ડેસ્કટોપ કમ્પ્યુટર્સ, લેપટોપ અને અન્ય બધા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો શામેલ છે.

દેશમાં લગભગ 90 ટકાથી વધુ ખાવાપીવાની વસ્તુઓ અને બીજા જરૂરી સામાનના ટ્રાન્સપોર્ટેશન માટે ડિઝલનો ઉપયોગ થાય છે. એવામાં ડિઝલ મોંઘુ થતા આ બધી જરૂરી વસ્તુઓના ભાવ વધશે. વળી, ખાદ્ય તેલ પણ મોંઘુ થશે. ભારત લગભગ 1 લાખ ટન ખાદ્ય તેલની દર વર્ષે આયાત કરે છે.

આ પણ વાંચોઃ કલમ 35એ ની માન્યતા પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી, ઘાટીમાં બંધઆ પણ વાંચોઃ કલમ 35એ ની માન્યતા પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી, ઘાટીમાં બંધ

English summary
Indian Rupee at fresh record low at 71 against the US dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X