For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયની મદદથી બ્રહ્માંડના બીજા છેડા સુધી તાકશે ખાસ દૂરબીન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ઓગસ્ટ : સર્ન (European Organisation for Nuclear Research)ના મહત્વકાંક્ષી યોજના લાર્જ હૈડ્રાન કોલાઇડરને ભારતીય વિજ્ઞાનીઓની મદદથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા બાદ એક વાર ફરી એક મોટી આંતરરાષ્ટ્રીય યોજના 'થર્ટી મીટર ટેલિસ્કોપ' (ટીએમટી)માં ભારતીય વિજ્ઞાનીઓ મહત્વનું યોગદાન આપવા જઇ રહ્યા છે. આ યોજના પાછળ અંદાજે 1.4 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમાં ભારત લગભગ 14 કરોડ ડોલર એટલે કે સમગ્ર પ્રોજેક્ટના 10 ટકા જેટલી રકમનું યોગાદાન કરશે.

આ દૂરબીનનું નિર્માણ આવતા વર્ષથી શરૂ થવાની આશા છે. પ્રોજેક્ટ વર્ષ 2022માં એટલે કે અંદાજે 10 વર્ષ બાદ પોતાનું કામ શરૂ કરશે એવો અંદાજ છે. ઇન્ડિયા ટીએમટી કાર્યક્રમના નિર્દેશક બી ઇશ્વર રેડ્ડીએ જણાવ્યું કે અનેક ભારતીય કંપનીઓએ ટીએમટીના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે.

ભારત સરકારે ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થા (આઇઆઇએ)ના આ પરિયોજના માટે નોડલ એજન્સી બનાવી છે. આઇઆઇએ ઉપરાંત પુના સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીસીએ) અને નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ પણ યોજનામાં મદદ કરશે.

પાંચ દેશનો સંયુક્ત પ્રોજેક્ટ

પાંચ દેશનો સંયુક્ત પ્રોજેક્ટ

આ યોજના અંતર્ગત પાંચ દેશ કેનેડા, ચીન, ભારત, જાપાન અને અમેરિકા સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવશે.

1.4 અબજ ડોલરની યોજના

1.4 અબજ ડોલરની યોજના

આ યોજના પાછળ અંદાજે 1.4 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમાં ભારત લગભગ 14 કરોડ ડોલર એટલે કે સમગ્ર પ્રોજેક્ટના 10 ટકા જેટલી રકમનું યોગાદાન કરશે.

ભારતનું શું યોગદાન રહેશે?

ભારતનું શું યોગદાન રહેશે?

આ દૂરબીન માટે ભારતના 14 કરોડ ડોલરના યોગદાન પૈકી 75 ટકા યોગદાન તેના સ્પેરપાર્ટ્સની ડિઝાઇન તૈયાર કરવા અને દૂરબીન માટે સોફ્ટવેર તૈયાર કરવાના સ્વરૂપે રહેશે. જ્યારે બાકીની 25 ટકા રકમ રોકડ સ્વરૂપે આપવામાં આવશે.

ક્યાં સ્થપાશે દૂરબીન

ક્યાં સ્થપાશે દૂરબીન

હાલની યોજના અનુસાર થર્ટી મીટર ટેલિસ્કોપ (દૂરબીન)ને હવાઇમાં સ્થાપવામાં આવશે. વર્તમાન સમયમાં જે ટેલિસ્કોપની મદદથી દૂરના અંતરે આવેલા તારાઓ અને આકાશ ગંગાનો અભ્યાસ કરવામાં આવે છે તેની કેટલીક મર્યાદાઓ છે. આ ટેલિસ્કોપ તે મર્યાદાઓ દૂર કરીને વધારે શક્તિશાળી બનાવાશે. જે બ્રહ્માંડના બીજા છેડા સુધી જોઇ શકવા સક્ષમ હશે.

યોજનાનું મહત્વ

યોજનાનું મહત્વ

ટીએમટી મારફતે બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં આવશે. તેની મદદથી વિજ્ઞાનના મોટા પડકારોને ઉકેલવામાં આવશે, અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં આવશે. વિજ્ઞાનીઓ આ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડની ઉત્પત્તિ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરશે.

કેવી માહિતી પ્રાપ્ત કરાશે?

કેવી માહિતી પ્રાપ્ત કરાશે?

આ દૂરબીનના ઉપયોગથી વિજ્ઞાનીઓ કોસ્મિક ડાર્ક એજના અંતથી લઇને પહેલા તારાની ઉત્પત્તિ, પુન: આયનીકરણ અને આકાશગંગાની ઉત્પત્તિના યુગના વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત ટીએમટીની મદદથી સૌર મંડળ અંગે પણ વધારે સારી માહિતી મેળવવામાં આવશે.

આઇઆઇએ બની નોડલ એજન્સી

આઇઆઇએ બની નોડલ એજન્સી

ભારત સરકારે ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થા (આઇઆઇએ)ના આ પરિયોજના માટે નોડલ એજન્સી બનાવી છે. આ સંસ્થાના નિર્દેશક પી. શ્રીકુમાર યોજનાનું સંયોજન કરી રહ્યા છે. આઇઆઇએ ઉપરાંત પુના સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીસીએ) અને નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ પણ યોજનામાં મદદ કરશે.

ભારતનું મહત્વ સ્વીકારાયું

ભારતનું મહત્વ સ્વીકારાયું

આ યોજનામાં ભારતના સહયોગ અંગે ટીએમટીના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ હેનરી યંગે જણાવ્યું કે પાયાની શોધની દ્રષ્ટિએ ભારત મહત્વનો દેશ છે. આ ક્ષેત્રમાં તેની પ્રતિષ્ઠા જગજાહેર છે. અમારા માટે ખુશીની વાત છે કે ભારત આ પ્રોજેક્ટનો એક સહયોગી છે.

દૂરબીનની ખાસિયત

દૂરબીનની ખાસિયત

દૂરબીનના નામથી જ ખબર પડે છે કે ચેમાં 30 મીટરના વ્યાસના લેન્સનો ઉપયોગ કરવામાં આવશે. તેની ક્ષમતા વર્તમાન સમયમાં ઉપલબ્ધ સૌથી શક્તિશાળી અને મોટા ટેલિસ્કોપથી નવ ગણી વધારે હશે. તેનો આકાર વિશાળ હોવાથી તેને જમીન પર સ્થાપિત કરવામાં આવશે. આમ છતાં અંતરિક્ષમાં રહેલા દૂરબીન કરતા તે વધારે શક્તિશાળી હશે.

નિર્માણ ક્યારથી શરૂ કરાશે?

નિર્માણ ક્યારથી શરૂ કરાશે?

આ દૂરબીનનું નિર્માણ આવતા વર્ષથી શરૂ થવાની આશા છે. પ્રોજેક્ટ વર્ષ 2022માં એટલે કે અંદાજે 10 વર્ષ બાદ પોતાનું કામ શરૂ કરશે એવો અંદાજ છે. ઇન્ડિયા ટીએમટી કાર્યક્રમના નિર્દેશક બી ઇશ્વર રેડ્ડીએ જણાવ્યું કે અનેક ભારતીય કંપનીઓએ ટીએમટીના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે. આ માટે પોંડિચેરી સ્થિત જનરલ ઑપ્ટિક્સ એશિયા લિમિટેડની સાથે સમજુતી કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત ગોદરેજ સહિતની કંપનીઓ પણ સ્પેર પાર્ટ્સ પૂરા પડશે.

ભારત બન્યું વિશ્વના સૌથી મોટા દૂરબીન પ્રોજેક્ટમાં ભાગીદાર

પાંચ દેશનો સંયુક્ત પ્રોજેક્ટ
આ યોજના અંતર્ગત પાંચ દેશ કેનેડા, ચીન, ભારત, જાપાન અને અમેરિકા સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવશે.

1.4 અબજ ડોલરની યોજના
આ યોજના પાછળ અંદાજે 1.4 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમાં ભારત લગભગ 14 કરોડ ડોલર એટલે કે સમગ્ર પ્રોજેક્ટના 10 ટકા જેટલી રકમનું યોગાદાન કરશે.

ભારતનું શું યોગદાન રહેશે?
આ દૂરબીન માટે ભારતના 14 કરોડ ડોલરના યોગદાન પૈકી 75 ટકા યોગદાન તેના સ્પેરપાર્ટ્સની ડિઝાઇન તૈયાર કરવા અને દૂરબીન માટે સોફ્ટવેર તૈયાર કરવાના સ્વરૂપે રહેશે. જ્યારે બાકીની 25 ટકા રકમ રોકડ સ્વરૂપે આપવામાં આવશે.

ક્યાં સ્થપાશે દૂરબીન
હાલની યોજના અનુસાર થર્ટી મીટર ટેલિસ્કોપ (દૂરબીન)ને હવાઇમાં સ્થાપવામાં આવશે. વર્તમાન સમયમાં જે ટેલિસ્કોપની મદદથી દૂરના અંતરે આવેલા તારાઓ અને આકાશ ગંગાનો અભ્યાસ કરવામાં આવે છે તેની કેટલીક મર્યાદાઓ છે. આ ટેલિસ્કોપ તે મર્યાદાઓ દૂર કરીને વધારે શક્તિશાળી બનાવાશે. જે બ્રહ્માંડના બીજા છેડા સુધી જોઇ શકવા સક્ષમ હશે.

યોજનાનું મહત્વ
ટીએમટી મારફતે બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં આવશે. તેની મદદથી વિજ્ઞાનના મોટા પડકારોને ઉકેલવામાં આવશે, અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં આવશે. વિજ્ઞાનીઓ આ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડની ઉત્પત્તિ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરશે.

કેવી માહિતી પ્રાપ્ત કરાશે?
આ દૂરબીનના ઉપયોગથી વિજ્ઞાનીઓ કોસ્મિક ડાર્ક એજના અંતથી લઇને પહેલા તારાની ઉત્પત્તિ, પુન: આયનીકરણ અને આકાશગંગાની ઉત્પત્તિના યુગના વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત ટીએમટીની મદદથી સૌર મંડળ અંગે પણ વધારે સારી માહિતી મેળવવામાં આવશે.

આઇઆઇએ બની નોડલ એજન્સી
ભારત સરકારે ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થા (આઇઆઇએ)ના આ પરિયોજના માટે નોડલ એજન્સી બનાવી છે. આ સંસ્થાના નિર્દેશક પી. શ્રીકુમાર યોજનાનું સંયોજન કરી રહ્યા છે. આઇઆઇએ ઉપરાંત પુના સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીસીએ) અને નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ પણ યોજનામાં મદદ કરશે.

ભારતનું મહત્વ સ્વીકારાયું
આ યોજનામાં ભારતના સહયોગ અંગે ટીએમટીના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષહેનરી યંગે જણાવ્યું કે પાયાની શોધની દ્રષ્ટિએ ભારત મહત્વનો દેશ છે. આ ક્ષેત્રમાં તેની પ્રતિષ્ઠા જગજાહેર છે. અમારા માટે ખુશીની વાત છે કે ભારત આ પ્રોજેક્ટનો એક સહયોગી છે.

દૂરબીનની ખાસિયત
દૂરબીનના નામથી જ ખબર પડે છે કે ચેમાં 30 મીટરના વ્યાસના લેન્સનો ઉપયોગ કરવામાં આવશે. તેની ક્ષમતા વર્તમાન સમયમાં ઉપલબ્ધ સૌથી શક્તિશાળી અને મોટા ટેલિસ્કોપથી નવ ગણી વધારે હશે. તેનો આકાર વિશાળ હોવાથી તેને જમીન પર સ્થાપિત કરવામાં આવશે. આમ છતાં અંતરિક્ષમાં રહેલા દૂરબીન કરતા તે વધારે શક્તિશાળી હશે.

નિર્માણ ક્યારથી શરૂ કરાશે?
આ દૂરબીનનું નિર્માણ આવતા વર્ષથી શરૂ થવાની આશા છે. પ્રોજેક્ટ વર્ષ 2022માં એટલે કે અંદાજે 10 વર્ષ બાદ પોતાનું કામ શરૂ કરશે એવો અંદાજ છે. ઇન્ડિયા ટીએમટી કાર્યક્રમના નિર્દેશક બી ઇશ્વર રેડ્ડીએ જણાવ્યું કે અનેક ભારતીય કંપનીઓએ ટીએમટીના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે. આ માટે પોંડિચેરી સ્થિત જનરલ ઑપ્ટિક્સ એશિયા લિમિટેડની સાથે સમજુતી કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત ગોદરેજ સહિતની કંપનીઓ પણ સ્પેર પાર્ટ્સ પૂરા પડશે.

English summary
Indian scientist help to see other side of the Universe through TMT
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X