For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિસ બેંકમાં ભારતીયોના પૈસામાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો

કાળું નાણું ઓછું થવાનો દાવો કરનાર મોદી સરકારને સ્વિસ બેંક ઘ્વારા જાહેર કરવામાં આવેલી એક રિપોર્ટમાં મોટો ઝાટકો મળી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કાળું નાણું ઓછું થવાનો દાવો કરનાર મોદી સરકારને સ્વિસ બેંક ઘ્વારા જાહેર કરવામાં આવેલી એક રિપોર્ટમાં મોટો ઝાટકો મળી શકે છે. સ્વિસ બેંકમાં ભારતીયોના જમા કરવામાં આવેલા પૈસામાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેંકમાં જમા કરવામાં આવેલી બ્લેક મની લગભગ 7000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયી છે, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ 50 ટકા જેટલી વધી છે. સ્વિઝર્લેન્ડ કેન્દ્રીય બેંક ઘ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ભારતીયો ઘ્વારા સ્વિસ બેંક ખાતામાં જમા કરવામાં આવેલી રકમ વધીને 99.9 કરોડ સ્વિસ ફ્રેન્ક એટલે કે લગભગ 7000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

વર્ષ 2017 ની સરખામણીમાં બ્લેકમની 50 ટકા જેટલી વધી

વર્ષ 2017 ની સરખામણીમાં બ્લેકમની 50 ટકા જેટલી વધી

આ રિપોર્ટની ખાસ બાબત છે કે પહેલા ત્રણ વર્ષમાં ભારતીયો ઘ્વારા જમા કરવામાં આવેલી રકમમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ વર્ષ 2017 પછી જમા કરવામાં આવેલી રકમમાં વધારો જોવા મળ્યો. આંકડા અનુસાર સ્વિઝર્લેન્ડ બેંકમાં વિદેશી ગ્રાહકોની કુલ સંપત્તિ લગભગ 100 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. મોદી સરકાર ઘ્વારા બ્લેકમની વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાન છતાં સ્વિસ બેંકમાં ભારતીયોની બ્લેકમનીમાં વધારે જોવા મળ્યો છે.

વર્ષ 2006

વર્ષ 2006

સ્વિસ બેંક વાર્ષિક રિપોર્ટ અનુસાર સ્વિસ બેંક ખાતાઓમાં જમા ભારતીય ધન 2016 માં 45 ટકા ઘટીને લગભગ 4500 કરોડ રૂપિયા થયું હતું. ભારતીય ખાતા ધારકો ઘ્વારા જમા કરવામાં આવેલી સૌથી ઓછી રકમ હતી. વર્ષ 2006 દરમિયાન ભારતીય ખાતા ધારકો ઘ્વારા સૌથી વધુ 23 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

સ્વિસ બેંકમાં પ્રત્યક્ષ રૂપે 6891 કરોડ રૂપિયા જમા થયા

સ્વિસ બેંકમાં પ્રત્યક્ષ રૂપે 6891 કરોડ રૂપિયા જમા થયા

સ્વિસ બેંક ખાતામાં રાખેલા ભારતીયોના પૈસા 2011 દરમિયાન 12 ટકા, 2013 દરમિયાન 43 ટકા અને 2017 દરમિયાન 50.2 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આ પહેલા વર્ષ 2004 દરમિયાન 56 ટકા જેટલો પણ વધારો જોવા મળ્યો હતો. ભારતીયો ઘ્વારા સ્વિસ બેંકમાં પ્રત્યક્ષ રૂપે 6891 કરોડ રૂપિયા જમા થયા. જયારે ફંડ મેનેજર માધ્યમ ઘ્વારા 112 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

English summary
Indians money in Swiss banks rise by 50% to rs 7,000 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X