For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય દિવસ: આજનો દિવસ કેવી રીતે ભૂલી શકાય!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ડિસેમ્બર(વિવેક શુક્લા): એક સમય હતો જ્યારે પાકિસ્તાન પર મળેલા વિજય એટલે કે 16 ડિસેમ્બરના રોજ દેશભરમાં પ્રભાતફેરીઓ નિકાળવામાં આવતી હતી, ઊજવણીનો માહોલ રહેતો હતો, પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે દેશ વિજય દિવસ નથી ઊજવી રહ્યો. ક્યાંય પણ કોઇ વિજય દિવસને લઇને ઉત્સાહ નથી. રાજધાનીના કોઇ પણ નામચીન અખબારમાં વિજય દિવસને લઇને કોઇ પરિશિષ્ટ અથવા સમાચાર નથી છપાયેલી. પહેલા ઘણા સ્તર પર રાજધાનીમાં આ અવસર પર કાર્યક્રમ થતા હતા. કુલ મળીને વિજય દિવસને લઇને આ પ્રકારની નીરસતા ભયભીત કરે છે.

વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 16 ડિસેમ્બરના રોજ ભારતે વિજય હાસલ કર્યો હતો અને તે દિવસથી જ આ દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના પરાજિત થઇ અને 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં આત્મસમર્પણ કરવાની ફરજ પડી. આ યુદ્ધના 12 દિવસોની અંદર અનેક ભારતીય જવાનો શહીદ થયા અને હજારો ઘાયલ થયા.

vijay divas
નિર્ભયા રેપ કેસે પાછળ મૂકી દીધા

રક્ષા મામલાના જાણકાર અરૂણ કુમારે જણાવ્યું કે લાગે છે કે દિલ્હીમાં નિર્ભયા રેપ કેસની બીજી વરસીના કારણે ઓછામાં ઓછા દિલ્હીવાળા તો આટલા મહત્વના દિવસને તો ભૂલી ગયા. એટલે કે તેઓ રણભૂમિના યોદ્ધાઓનું સ્મરણ કરવાનું જ ભૂલી ગયા.

નાના મોટા કાર્યક્રમ

જોકે વિજય દિવસના અવસરે કેટલાંક શહેરોમાં નાના મોટા સ્તરે કાર્યક્રમો થઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશના શહેર ધર્મશાળામાં આજે વિજય દિવસ પર કાર્યક્રમનું આયોજન થશે. કાર્યક્રમમાં મેજર જનરલ રાજીવ તિવારી જીઓસી નૌવી કોર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાજ્ય શહીદ સ્મારક સમિતિના અધ્યક્ષ સેવાનિવૃત્ત કર્નલ જય ગણેશે જણાવ્યું કે આ કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

બીજી બાજું બાડમેરમાં શહીદોની યાદમાં શહેરના શહીદ સ્મારક પર વિજય દિવસ મનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્મી,બીએસએફ, એરફોર્સ, જિલ્લા પ્રશાસન, જનપ્રતિનિધિ શહીદ પરિવાર સહિત શહેરના પ્રબુદ્ધજન નાગરિક ભાગ લેશે. એટલો સંતોષ માની શકાય છે કે નાના શહેરોમાં તો લોકો વિજય દિવસનું મહત્વ નથી ભૂલ્યા.

English summary
Is India not keen to celebrate ‘Vijay Diwas’? It was on 16 December,1971, when Pakistan surrender before India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X