For Quick Alerts
For Daily Alerts
ભારતના પહેલા ડાયનાસોરના ખોવાયેલા અવશેષ મળ્યા
મુંબઇ, 17 જાન્યુઆરીઃ એક સદી કરતા વધું સમય પહેલા લુપ્ત થયેલા ભારતના પહેલા ડાયનાસોરના અવશેષ કોલકતામાં ફરીથી મળી આવ્યા છે. આ જાણકારી વિજ્ઞાન પર આધારિત એક ટોચની પત્રિકામાં સામે આવી છે. બેંગ્લોર સ્થિત ઇન્ડિયન એકેડિમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત પત્રિકા કરન્ટ સાયન્સ અનુસાર, ટાઇટૈનોસૌરસ ઇન્ડિક્સ નામથી આળખાતા ભારતીય ડાયનાસોરની જાણકારી જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા(જીએસઆઇ) અને યુનિવર્સિટી ઓફ મિશિગનના સહયોગથી મળી છે.
પત્રિકા અનુસાર ડાયનાસોરના અવશેષ કોલકતા સ્થિત જીએસઆઇના મુખ્યાલયમાં મળ્યા. આ જીવાશ્મની ખોજ હકિકતમાં ડબલ્યુ એચ સ્મીલોને 1828માં જબલપુરમાં કરી હતી. જો કે, લગભગ અડધી સદી બાદ રિચર્ડ લિડેક્કર દ્વારા તેની પ્રજાતિની ઓળખ કરવામાં મહત્વની જાણકારી મેળવી હતી. ઘણા લોકોના હાથમાંથી પસાર થનાર આ અચાનક ગાયબ થઇ ગયા હતા, પરંતુ તેનો એક નમૂનો લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં હાજર હતો.
આ ઉપરાંત ઘણા અન્ય ભારતીય ડાયનાસોરના અવશેષ ગાયબ હતા અને જીએસઆઇ અને યુનિવર્સિટી ઓફ મિશિગનના સંયુક્ત પ્રયાસ દ્વારા ડાયનાસોરની ઘણી પ્રજાતિઓને શોધવામાં આવી રહી છે.
Comments
English summary
More than a century after it went missing, the fossil of what has been regarded as Indias first recorded dinosaur has been rediscovered in Kolkata, according to the reports.