For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?

IndiaTV-CNX એ આગામી લોકસભા ચૂંટણી અંગે એક ઓપિનિયન પોલ જાહેર કર્યો છે જેમાં ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 અંગ રાજકીય હલચલો વધી ગઈ છે. સત્તાધારી ભાજપ પોતાના સહયોગી દળો સાથે ચૂંટણી અંગે તમામ સમીકરણ બનાવવામાં લાગી ગયા છે. તો કોંગ્રેસ પણ વિપક્ષી દળોને જોડીને ભાજપને ઘેરવા માટે તમામ પ્રકારની રીતો અજમાવી રહ્યુ છે. આ દરમિયાન IndiaTV-CNX એ આગામી લોકસભા ચૂંટણી અંગે એક ઓપિનિયન પોલ જાહેર કર્યો છે જેમાં ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે.

શું થશે જો આજની તારીખમાં દેશમાં લોકસભા ચૂંટણી કરાવવામાં આવે? કયો પક્ષ સૌથી વધુ સીટો પર કબ્જો જમાવવામાં સફળ બનશે? કોણ બનશે દેશના આગામી પ્રધાનમંત્રી અને શું નરેન્દ્ર મોદીનો જાદૂ જળવાઈ રહેશે કે પછી રાહુલ ગાંધી પોતાની લોકપ્રિયતાના ગ્રાફમાં સુધારો કરતા જોવા મળશે? આ તમામ સવાલોને ધ્યાનમાં રાખીને જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાને શામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો, ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશઆ પણ વાંચોઃ ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો, ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશ

એનડીએનું બગડી શકે છે સમીકરણ

એનડીએનું બગડી શકે છે સમીકરણ

પશ્ચિમ બંગાળ, યુપી અને ઓડિશાની 143 સીટોમાંથી 44 ઉપર એનડીએ જીતી શકે છે જ્યારે સપા, બસપા અને કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં હાથ મિલાવે છે તો કોંગ્રેસ-10, સપા-21, બસપા-18, ટીએમસી-27, ડાબેરીઓ-05, બીજેડી-16 અને અન્યના ખાતામાં 02 સીટો આવે છે. સપા, બસપા અને કોંગ્રેસના યુપીમાં હાથ ન મિલાવવાની સ્થિતિમાં કોંગ્રેસ-04, સપા-16, બસપા-15, ટીએમસી-27, ડાબેરીઓ-05, બીજેડી-16 અને અન્ય 2 સીટો પર જીત મેળવી શકે છે જ્યાં 143માંથી 58 સીટો એનડીએના ખાતામાં જઈ શકે છે.

પીએમની પહેલી પસંદ નરેન્દ્ર મોદી

પીએમની પહેલી પસંદ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી પદના દાવેદારોની વાત કરીએ તો માયાવતી અને મમતા બેનર્જીને 11-11% મતો મળ્યા જ્યારે 6% લોકોએ અખિલેશ યાદવનું સમર્થન કર્યુ છે. વળી, પશ્ચિમ બંગાળ, યુપી અને ઓડિશાના 42% લોકોઅ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યા છે જ્યારે રાહુલ ગાંધી 19% લોકોના સમર્થન સાથે તેમની પાછળ છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વધુ સીટો, ઓડિશામાં બીજેડીનો દબદબો

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વધુ સીટો, ઓડિશામાં બીજેડીનો દબદબો

ઓપિનિયન પોલ પર ધ્યાન આપીએ તો બંગાળમાં મમતા બેનર્જી અન્ય પક્ષોથી ઘણા આગળ જોવા મળી રહ્યા છે જ્યારે બીજેડી ઓડિશામાં પોતાનો દબદબો જાળવતા જોવા મળી રહ્યા છે. ઓડિશાની 21 સીટોમાંથી બીજેડીને 16 જ્યારે ભાજપને 5 સીટો પર જીત મળવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળની 42 સીટોની વાત કરીએ તો ભાજપને 8 સીટ (2014થી 2 સીટો વધુ), ટીએમસી 27 સીટ (2014માં 34 સીટો), ડાબેરીઓ 05 સીટ (2014માં 2 સીટ) અને કોંગ્રેસ 2 સીટ (2014માં 4 સીટ) મેળવતા જોવા મળી રહ્યા છે.

સપા-બસપા સાથે કોંગ્રેસ આવવા અને ન આવવાની સ્થિતિમાં

સપા-બસપા સાથે કોંગ્રેસ આવવા અને ન આવવાની સ્થિતિમાં

સપા-બસપા સાથે કોંગ્રેસ ન આવવાની સ્થિતિમાં આ પક્ષોને મોટુ નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે. યુપીમાં એનડીએને 45 સીટો, સપા-બસપાને 33 જ્યારે કોંગ્રેસને 2 સીટો મળી શકે છે. બીજી સ્થિતિ એ છે કે જ્યારે આ ત્રણે પક્ષો એકસાથે ચૂંટણી લડે ત્યારે ભાજપને 30 સીટો, બસપાને 18, સપાને 21, કોંગ્રેસને 8 અને અન્યના ખાતામાં 03 સીટો આવી શકે છે. આ સ્થિતિમાં મહાગઠબંધનને 49 સીટો મળી શકે છે અને એનડીએ 73થી 31માં આવી શકે છે.

યુપીમાં મહાગઠબંધન ન થવા પર

યુપીમાં મહાગઠબંધન ન થવા પર

જો સપા, બસપા અને કોંગ્રેસનું ગઠબંધન ન થાય તો યુપીની 80 સીટોમાંથી ભાજપને 39 સીટો, સપા અને બસપા 9-9 સીટો, કોંગ્રેસ 5 અને અન્યને 2 સીટો મળી શકે છે. અહીં ભાજપને 2014 (43%) ના મુકાબલે 4% વોટશેર (39%) નું નુકશાન થશે. 31% લોકો મોદી સરકારના કામકાજ પર મત આપી શકે છે. આ સર્વે 18થી 60 વર્ષના આયુ વર્ગના 17100 પુરુષો અને મહિલાઓ વચ્ચે કરવામાં આવ્યો. આ સર્વે 25 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવીઆ પણ વાંચોઃ સબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી

English summary
IndiaTV-CNX lok sabha Opinion Polls 2019 in odisha west bengal and uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X