For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધુમાડો નિકળતાં કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદઃ ફ્લાઈટમાંથી ધુમાડો નિકળતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિગોની એક ફ્લાઈટના કૉકપિટ અને કેબિનથી ધૂમાડો નિકળ્યા બાદ મંગળવારે અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. જ્યારે આ ફ્લાઈટના ક્રૂને અસામાન્ય ગંધ મહેસૂસ થઈ તો તેણે પાયલટને જાણકારી આફી હતી, ત્યારે તેણે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને સંદેશો મોકલીને એરબસ એ320 વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની મંજૂરી માંગી હતી.

indigo

સૂત્રો મુજબ ફ્લાઈટ નંબર 6ઈ6373ને 1 જાન્યુઆરીએ અમદાવાદમાં પ્રાથમિકતાના આધાર પર ઉતારવામાં આવી જો કે આ કારણે ઉડાણમાં કોઈ અડચણ પેદા થઈ નહોતી. ક્રૂ મેમ્બરને અસામાન્ય ગંધ આવતાં આ મામલાની જાણકારી મળી હતી. વિમાનમાં ટેક્નિકલ ખરાબી હતી, જેને ઠીક કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, AAIB પહેલા જ જયપુર-કોલકાતા ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગની તપાસ કરી રહી હતી.

આ વિમાનમાં કુલ 136 યાત્રીઓ સવાર હતા, અચાનક કોકપિટ અને કેબિનથી ધુમાડો નિકળતાં તે ફ્લાઈટને કોલકાતાના એરપોર્ટ ખાતે 11 ડિસેમ્બરે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ પહેલા જ વિમાનોના સેફ્ટી ઑડિટના નિર્દેશ આપ્યા હતા. જણાવી દઈએ કે ઈન્ડિગોના વિમાન 6ઈ-947માં 25મી ડિસેમ્બરે એક યાત્રી ટોયલેટમાં સિગરેટ પી રહ્યો હતો, જેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવાાં આવી હતી અને તેને લઈ ઈન્ડિગો ક્રૂ અને યાત્રીમાં બોલાચાલી પણ થઈ હતી.

આ પણ વાંચો- રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર

English summary
IndiGo flight lands at Ahmedabad airport as crew noticed unusual smell
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X