સંજય રાઉત બાદ એનસીપી નેતાએ આપ્યુ ઈન્દિરા ગાંધી પર એવુ નિવેદન, વધી શકે છે કોંગ્રેસનો પારો
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર છે. પરંતુ આ ગઠબંધનની સરકારમાં રોજ કોંગ્રેસને કોઈને કોઈ અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક શિવસેનાના નેતા તો ક્યારેક એનસીપીના નેતા કોંગ્રેસના પૂર્વ નેતા અને દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિશે નિવેદન આપે છે જેના કારણે કોંગ્રેસ માટે આ નિવેદનોને પાર પાડવા મુશ્કેલ બની રહ્યા છે. એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડે આ વખતે એવુ નિવેદન આપ્યુ છે જે કોંગ્રેસને બિલકુલ સ્વીકાર્ય નહિ હોય.

ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન થશે
જિતેન્દ્ર અવ્હાડે કહ્યુ કે ઈન્દિરા ગાધીએ પણ લોકતંત્રનુ ગળુ ઘોંટવાનુ કામ કર્યુ હતુ. એ વખતે કોઈ પણ તેમની સામે બોલવા તૈયાર નહોતુ. ત્યારે અમદાવાદ, પટનાના છાત્રોએ તેમનો વિરોધ કરવાનો શરૂ કર્યો, જેપી આંદોલનની શરૂઆત થઈ અને ઈન્દિરા ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો. આ ઈતિહાસ એક વાર ફરીથી પુનરાવર્તિત થશે. આને મહારાષ્ટ્ર અને દેશમાં પુનરાવર્તિત કરવામાં આવશે. આ પહેલી વાર નથી જ્યારે ઈન્દિરા ગાંધી વિશે કોંગ્રેસના સહયોગી દળે આવુ નિવેદન આપ્યુ છે. આ પહેલા સંજય રાઉતે પણ ઈન્દિરા ગાંધી વિશે નિવેદન આપ્યુ હતુ.

સંજય રાઉતે આપ્યુ હતુ નિવેદન
સંજય રાઉતે કહ્યુ હતુ કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા માટે પાયધુની આવતા હતા. આ મુંબઈનો વિસ્તાર છે જ્યાં ઘણી વાર ઈન્દિરા ગાંધીની કરીમ લાલા સાથે મુલાકાત થઈ ચૂકી છે. સંજય રાઉતના આ નિવેદન પર ઘણો વિવાદ ઉભો થઈ ગયો હતો ત્યારબાદ સંજય રાઉતે પોતાના નિવેદન પર સફાઈ આપી હતી અને તેનો પાછુ લીધુ હતુ. તેમણે કહ્યુ કે નહેરુ અને ઈન્દિરા માટે તેમની અંદર હંમેશા સમ્માન છે. તેમણે કહ્યુ કે કરીમ લાલા અફઘાનિસ્તાનના પઠાણોના નેતા હતા એટલા માટે તેઓ એને મળતા હતા.

દાઉદને ઝાટક્યો હતો
શિવસેનાના રાજ્યસભા સભ્યએ કહ્યુ હતુ કે તે અંડરવર્લ્ડના દિવસો હતા. બાદમાં દરેક ડૉન દેશ છોડીને ભાગી ગયો. હવે આવુ કંઈ નથી. આ પૂછવા પર કે શું અંડરવર્લ્ડના લોકોએ ફોટા પડાવ્યા, રાઉતે દાવો કહ્યુ કે તેમણે દાઉદ ઈબ્રાહિમ સહિત ઘણા ગેંગસ્ટરોના ફોટા પડાવ્યા. શિવસેના નેતાએ એ પણ દાવો કર્યો કે તેમણે એક વાર દાઉદ ઈબ્રાહિમને ઝાટક્યો હતો. તેમણે કહ્યુ, ‘મે એને જોયો છે, હું તેને મળ્યો છુ, મે તેની સાથે વાત કરી છે અને મે તેને ઝાટક્યો પણ છે.'
આ પણ વાંચોઃ CAA પર રાજનાથનું નિવેદન, કહ્યું- નાગરિકતા જવી તો દૂર, કોઈ અડી પણ નહિ શકે