For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષા મંત્રાલય રાખનારા PM: પહેલા ઇન્દિરા ગાંધી ને છઠ્ઠા નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 મેઃ નરેન્દ્ર મોદી દેશના 15માં વડાપ્રધાન તરીકે સાંજે 6 વાગ્યે શપથ લેશે. મોદીના શપથવિધિ સમારોહમાં દેશના નામી દિગ્ગજો, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહેશે. મોદીની શપથ વિધિ માટેની તમામ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચૂસ્ત બનાવી દેવામાં આવી છે. આ સાથે જ આજે મોદીના કેબિનેટ મંત્રીઓની યાદી પણ જાહેર કરી દેવામાં આવી.

નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીઓની જે યાદી રાષ્ટ્રપતિને આપવામાં આવી છે, તેની જ સાથે કેટલીક એવી અટકળો પણ બહાર આવી કે, પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓને કયા ખાતા આપવામાં આવશે, તે નક્કી કરી લેવામાં આવ્યું છે. જેમાં સુષમા સ્વરાજને વિદેશ મંત્રાલય તો રાજનાથ સિંહને ગૃહ મંત્રાલય આપવામાં આવશે. જ્યારે રક્ષા મંત્રાલય નરેન્દ્ર મોદી પોતાની પાસે રાખશે. જો આ વાત સાચી ઠરશે તો નરેન્દ્ર મોદી દેશના 6ઠ્ઠાં એવા વડાપ્રધાન હશે કે જેઓ તેમની પાસે રક્ષા મંત્રાલય રાખશે. આ ચીલો ઇન્દિરા ગાંધીએ શરુ કર્યો હતો. ઇન્દિરા ગાંધી એવા પહેલા વડાપ્રધાન હતા કે જેમણે રક્ષા મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું, તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા કયા વડાપ્રધાને પોતાની પાસે રક્ષા મંત્રાલય રાખ્યું હતું.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી

રક્ષા મંત્રાલય- 1975, 1980-1982

રાજીવ ગાંધી

રાજીવ ગાંધી

રક્ષા મંત્રાલય- 1985-1987

વી પી સિંહ

વી પી સિંહ

રક્ષા મંત્રાલય- 1989-1990

ચંદ્ર શેખર

ચંદ્ર શેખર

રક્ષા મંત્રાલય- 1990-1991

પીવી નરસિમ્હા રાવ

પીવી નરસિમ્હા રાવ

રક્ષા મંત્રાલય- 1993-1996

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

રક્ષા મંત્રાલય- 2014

English summary
Indira Gandhi to Narendra Modi, indian pm who keep defence ministry with them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X