For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#InternationalYogaDay2018: જવાનોએ 18 હજાર ફૂટની ઉંચાઈ પર કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર આઈટીબીપીના જવાનોએ 18000 ફૂટની ઉંચાઈ પર લદાખમાં કડકડતી ઠંડીમાં યોગ કર્યા.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. ભારતના પ્રયાસોના કારણે 2015 માં યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી અને દુનિયાભરના દેશોએ 21 જૂનને યોગ દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ઉતરાખંડના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં યોગ કર્યા. દિલ્હીથી લઈને લદાખ સુધી લોકો યોગ કરતા જોવા મળી રહ્યા છે. યોગ દિવસ પર આઈટીબીપી(ભારત-તિબેટ સીમા પોલિસ) ના જવાનોએ હાડ થીજાવી દેતી ઠંડીમાં યોગ કર્યા.

itbp

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર આઈટીબીપીના જવાનોએ 18000 ફૂટની ઉંચાઈ પર લદાખમાં કડકડતી ઠંડીમાં યોગ કર્યા. સેનાના જવાનોએ બધાને એ સંદેશ આપવાની કોશિશ કરી કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય યોગ કરી શકાય છે. આજે દેશ વિદેશમાં યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

પીએમ મોદીએ આ અવસર પર કહ્યુ કે દહેરાદૂનથી લઈને ડબલિન સુધી, શાંઘાઈથી લઈને શિકાગો સુધી, જાકાર્તાથી લઈને જોહાનિસબર્ગ સુધી યોગ જ યોગ છે. દરેક જીવનને યોગ સમૃધ્ધ કરી રહ્યા છે. યોગ સંપૂર્ણ માનવતાને જોડે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ પહેલો એવો પ્રસ્તાવ હતો જેને દુનિયાના સર્વાધિક દેશોએ સ્પોન્સર કર્યો, સૌથી ઓછા સમયમાં સ્વીકૃત થયો છે. યોગના માધ્યમથી દરેકના જીવનમાં શાંતિની અનુભૂતિ થઈ રહી છે.

English summary
Indo-Tibetan Border Police personnel perform Surya Namaskar in cold desert of Ladakh at an altitude of 18,000 feet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X