For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દોર કોર્ટે રેપ કેસનો 22 દિવસમાં આપ્યો ચૂકાદો, દોષીને ફાંસી

મધ્યપ્રદેશની ઈન્દોર જિલ્લા અદાલતે ચાર મહિનાની માસૂમ બાળકી સાથે રેપ કરનાર દોષીને ફાંસીની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની ઈન્દોર જિલ્લા અદાલતે ચાર મહિનાની માસૂમ બાળકી સાથે રેપ કરનાર દોષીને ફાંસીની સજા સંભળાવી છે. ઈન્દોરની જિલ્લા અદાલતે આ નિર્ણય માત્ર 22 દિવસની સુનાવણી બાદ સંભળાવ્યો છે. તેમને જણાવી દઈએ કે આ ઘટના 19-20 એપ્રિલ ની રાતે બની હતી. સંવેદનશીલતાને જોતા ઈન્દોરના ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રએ એસઆઈટીનું ગઠન કર્યુ. આ મામલા માટે મોહમ્મ્દ અકરમ શેખને સ્પેશિયલ પ્રોશીક્યુશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

19 એપ્રિલના રોજ કર્યો હતો બળાત્કાર

19 એપ્રિલના રોજ કર્યો હતો બળાત્કાર

આ પહેલો કેસ છે જ્યારે કોઈ અદાલતે બળાત્કારના આરોપીને આટલી જલ્દી સજા સંભળાવી હોય. ચાર મહિનાની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં લોકો ખૂબ ગુસ્સામાં હતા. જનતાના વિરોધ બાદ પોલિસે આરોપીની બીજા જ દિવસે ધરપકડ કરી લીધી હતી.

આરોપીનું નામ નવીન છે

આરોપીનું નામ નવીન છે

આરોપી નવીનને પોલિસે શનિવારે કડક સુરક્ષા વચ્ચે ઈન્દોરની જિલ્લા અદાલતમાં રજૂ કર્યો હતો. અદાલતમાં નવીનને રૂમ નંબર 55માં લાવવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે જજે સાત દિવસ સુધી સાત સાત કલાક આ કેસની સુનાવણી કરી. નવો કાયદો બન્યા બાદ આ પહેલો મામલો છે જેમાં આરોપીને મોતની સજા સંભળાવવામાં આવી છે.

ગુરુવારે થઈ હતી છેલ્લી દલીલ

ગુરુવારે થઈ હતી છેલ્લી દલીલ

આ મામલે ગુરુવારે છેલ્લી દલીલ થઈ હતી. પીડિત પક્ષે કોર્ટને આરોપી નવીનને મૃત્યુદંડ આપવાની માંગ કરી હતી. આ મામલે 29 લોકોએ જુબાની આપી હતી. અદાલતે આ બધાના નિવેદનોને સાચા માન્યા. જજે બચાવ પક્ષને ગુરુવારે સાક્ષી રજૂ કરવાનું કહ્યુ હતુ. જો કે સાક્ષી રજૂ કરવામાં નહોતા આવ્યા.

English summary
indore district court announces death sentence rapist four month girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X