For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દોરના રસ્તાઓ પર નિકળ્યો યમરાજ, બોલ્યો- ઘરની બહાર નીકળશો તો ઉઠાવી લઈશ, જુઓ Video

ઈન્દોરના રસ્તાઓ પર નિકળ્યો યમરાજ, બોલ્યો- ઘરની બહાર નીકળશો તો ઉઠાવી લઈશ, જુઓ Video

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ આખી દુનિયા હાલ કોરોના વાયરસના ખોફના છાયડામાં જીવી રહી છે. તમામ દેશોમાં લૉકડાઉન છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાઈ રહ્યું છે. ભારત પણ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો દેશભરમાં 14378 સુધી પહોંચ્યો છે. બીજા નંબરના શહેરોમાં ઈન્દોરમાં સૌથી વધુ હાલાત ખરાબ છે.

ભારતમાં ત્રણ મે સુધી લૉકડાઉન

ભારતમાં ત્રણ મે સુધી લૉકડાઉન

ભારતમાં 21 દિવસના લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાય લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન કરી ઘરેથી બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સાથે પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત કેટલીય જગ્યાએ પોલીસ અનોખી રીતે પણ લોકોને કોરોના સંકટમાં લોકડાઉનનું પાલન કરવાની સલાહ આપી રહી છે.

ઈન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશનનો સિપાહી યમરાજ બન્યો

ઈન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશનનો સિપાહી યમરાજ બન્યો

આવો જ એક અનોખો નજારો શુક્રવારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જોવા મળ્યો. ઈન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશનના સિપાહી યમમરાજની વેશભૂષામાં વિસ્તારના રસ્તાઓ પર ફર્યો. કાળા ચશ્મા લગાવી હાથમાં ગદા અને માસ્ક લઈ પોલીસની ગાડીના બોનેટ પર બેઠેલો આ યમરાજ બધાના આકર્ષણનો કેન્દ્ર બની રહ્યો. લોકો પોતાના ઘરના દરવાજા, બારીઓ અને બાલકનીઓમાં ઉબા થઈ તેને જોતા રહ્યા. આ દરમિયાન યમરાજ લોકોને ઘરથી બહાર નીકળવાની સીખ આપતો રહ્યો. રસ્તામાં લૉકડાઉન તોડી ફરતા લોકોને સમજાવવા માટે ઉઠક બેઠક કરાવી.

જાગરુકતા ફેલાવી

જાગરુકતા ફેલાવી

ટીઆઈ રાજેન્દ્ર ચતુર્વેદીએ જણાવ્યું કે લોકોને ઘરમાં રહેવા માટે પોલીસ જાગરુકતા ફેલાવી રહી છે. શુક્રવારે સાંજે અનોખો પ્રયાસ કર્યો. સિપાહી જવાહર સિંહ જાદૌનને યમરાજના પોશાક પહેરાવી સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યા. તેઓ માઈક લઈ લોકોને સમજાવી રહ્યા છે કે , ઘરેથી બહાર ના નિકળો, કોરોના સંક્રમિત થઈ જવાનો ખતરો છે. આનાથી જીવ પણ જઈ શકે છે. ત્યારે હું તમને મારી સાથે યમલોક લઈ જઈશ.

ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 500થી વધુના મોત, સંક્રમિતોની સંખ્યા 15712ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 500થી વધુના મોત, સંક્રમિતોની સંખ્યા 15712

English summary
indore Police in role of Yamraj for coronaVirus awareness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X