For Quick Alerts
For Daily Alerts
ખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો?
શનિવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માં ભાજપ ની પ્રચંડ જીત બાદ ભારતનો નકશો કેસરિયા રંગે રંગાઇ ગયો છે. વધુમાં મણિપુર અને ગોવામાં પણ ભાજપની સરકાર આવવાનો પાર્ટીએ દાવો કર્યો છે, હાલની પરિસ્થિતિમાં ગોવામાં ભાજપની જ સરકાર બનવાના અણસાર મળી રહ્યાં છે. જો આમ થયું તો સમગ્ર ભારતમાં ભાજપના નેતૃત્વ હેઠળના પ્રદેશોમાં વધારો થશે.
સમગ્ર ભારત પર છવાયેલા ભગવા રંગ સિવાય બીજી જે વાત આંખ ઊડીને વળગે એવી છે, એ છે કોંગ્રેસ પ્રશાસિત પ્રદેશો. હાલમાં કોંગ્રેસ પ્રશાસિત રાજ્યોમાં કર્ણાયક, મિઝોરમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી અને પંજાબ રાજ્યનો સમાવેશ થાય છે.