For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદી ફરીથી બને પ્રધાનમંત્રી, ઈકોનોમીને મળશે ગતિ': નારાયણ મૂર્તિ

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે. વળી, તેમણે પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું સમર્થન કર્યુ છે. ઈટી નાઉ સાથે વાત કરતા મૂર્તિએ કહ્યુ કે વર્તમાન સરકારની નિરંતરતા ભારત માટે સારી હશે. તેનાથી ઈકોનોમીને ગતિ મળશે. ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં પણ મોદી સરકાર સફળ રહી છે. આપણે આભારી હોવુ જોઈએ કે કમસે કમ પીએમ મોદીના કેલિબરનો એક રાષ્ટ્રીય નેતા છે જે ભારતમાં સુધાર કરવામાં રસ દાખવે છે.

આ પણ વાંચોઃ શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની 'બલ્લે'આ પણ વાંચોઃ શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની 'બલ્લે'

narayan murthy

ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કરી પીએમ મોદીની પ્રશંસા

ઈટી નાઉ સાથે વાત કરતા નારાયણ મૂર્તિને કહ્યુ કે ગયા 5 વર્ષના કાર્યકાળને જોઈએ તો મને લાગે છે કે દેશમાં એક એવો નેતા છે જેનુ ફોકસ અનુશાસન, સ્વચ્છતા અને આર્થિક પ્રગતિ પર કેન્દ્રિત છે કે જે એક સારી વાત છે. સરકારની નિરંતરતા દેશ માટે સારી વાત રહેશે. મૂર્તિએ મોદી સરકાર દરમિયાન ઈકોનોમી માટે કરવામાં આવેલા રિફોર્મ્સની પણ ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે જીએસટીથી દેશની ઈકોનોમીને ગતિ મળી છે. કેન્દ્રીય સ્તરે ભ્રષ્ટાચારમાં ઘટાડો લાવવા માટે પણ તેમણે મોદી સરકારની પ્રશંસા કરી. જો કે જ્યારે તેમને રાફેલ ડીલ અંગે સવાલ કરવામાં આવ્યા તો તેમણે આના પર ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો.

પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું કર્યુ સમર્થન

ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી એક મજબૂત આર્થિક પ્રગતિવાળી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. જીએસટી કે ઈન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ લાગુ કરવાની રીત પર મૂર્તિએ કહ્યુ કે અમુક બાબતોમાં કેટલીક ખામીઓ જરૂર જણાઈ છે પરંતુ દરેક વસ્તુ માટે પ્રધાનમંત્રીને જવાબદાર ન ગણી શકાય. આ અમલદારશાહીનું કામ છે. આ પીએમ મોદીનું કામ નથી કે તે દરેક ગામમાં જાય અને તેને સાફ રાખે. આ સમસ્યા ભારતીય માનસિકતા સાથે છે. આપણે ઉદાસ અને અનુશાસનહીન છીએ. આપણે આર્થિક પરિવર્તન મેળવતા પહેલા સાંસ્કૃતિક પરિવર્તનની તત્કાળ આવશ્યકતા છે.

આરબીઆઈ અને સરકાર વચ્ચે વિવાદ પર શું બોલ્યા મૂર્તિ

કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલા મતભેદ પર નારાયણ મૂર્તિએ આશા કરી કે બંને પક્ષો અમુક સમજૂતીઓ સાથે આગળ વધશે. આપણે એ બધુ જ સુનિશ્ચિત કરવુ ખૂબ જરૂરી છે જેનાથી બધી સંસ્થાઓ મજબૂત બને. તેમણે કહ્યુ કે આરબીઆઈ વિ. સરકારની પ્રાથમિકતાઓમાં વિવાદ ઘણા દેશોમાં જોવા મળ્યા છે. આમાં કંઈ નવુ નથી. મને લાગે છે કે બંને પક્ષો કોઈ પ્રકારના સમાધાન માટે આગળ આવશે.

English summary
Infosys founder Narayana Murthy backs PM Narendra Modi for second term reacts on rbi Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X