સિડની બંધકોમાં 5 છુટવામાં સફળ; ઇન્ફોસિસના પ્રોફેશનલ્સ પણ બંધક, અલ નુસરાનો હાથ
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (વિવેક શુક્લા) : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક લિન્ડ કાફેમાં આજે સવારે આઇએસઆઇએસના બંદૂકધારીઓએ જે લોકોને બંધક બનાવ્યા છે, તેમાં ભારતીય આઇટી કંપની ઇન્ફોસિસના પણ કેટલાક પ્રોફેશનલ્સ હોઇ શકે છે.
આ અંગે માહિતી આપતા ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ (ભેલ- BHEL)ના જનરલ મેનેજર પ્રેમ ભૂટાનીએ વનઇન્ડિયાને જણાવ્યું કે આજે સવારે જ તેમની વાત તેમની દીકરી શૈલી સાથે થઇ હતી. તે અત્યંત પરેશાન હતી. તેણે જણાવ્યું કે કાફેમાં ઇન્ફોસિસના કેટલાક પ્રોફેશનલ્સ હોઇ શકે છે.
આ અંગે ઘટના અંગેની અપડેટ્સ જાણવા આગળ ક્લિક કરો...

સિડનીમાં અનેક ભારતીયોનો વસવાટ
જો કે આ વાત અંગે કોઇ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. શૈલી પણ સિડનીમાં એક આઇટી કંપની સાથે કામ કરે છે. સિડની ઓસ્ટ્રેલિયાનું આઇટી હબ હોવાથી ત્યાં આઇટી પ્રોફેશન્લ્સની સંખ્યા વધારે છે. સિડનીમાં દુનિયાની અગ્રણી આઇટી કંપનીઓની સાથે ભારતની ટોચની આઇટી કંપનીઓ જેવી કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસી (ટીસીએસ) અને ઇન્ફોસિસની પણ ઓફિસીસ છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશન્લસ કામ કરે છે.

ભારતીયોની ચિંતા વધી
સિડનીના કાફેમાં બંધક બનાયેલા લોકોમાં ભારતીયો પણ હોઇ શકે તેવી વાતથી ભારતીયોની ચિંતા વધી છે. જેમના બાળકો કે નજીકના સંબંધીઓ સિડનીમાં રહી રહ્યા છે તેઓ ફોન કરીને તેમની સલામતી જાણી રહ્યા છે.

આતંકવાદી સંગઠન અલ નુસરાનો હાથ
આ ઘટના પાછળ સીરિયાના આતંકવાદી સંગઠન અલ નુસરા હોવાની સંભાવના છે. અલ નુસરા એ અલ કાયદા અને ઈસ્લામીક સ્ટેટ (IS) સાથે સંકળાયેલું આતંકવાદી સંગઠન છે. બહાર ઉભેલાઓને આ કેફેની બારીમાંથી એક ઝંડો દેખાયો હતો જેમાં અરબી ભાષામાં લખાણ હતું. બંદૂકધારીઓ બે જણ હોવાનું મનાય છે.

કુલ 50 લોકો બંધક
આતંકવાદીઓએ બાનમાં પકડેલાઓમાં 40 ગ્રાહકો છે અને 10 સ્ટાફના સભ્યો છે. સિડની પોલીસ બંદૂકધારીઓનો સંપર્ક સાધવાનો અને બંધકોને છોડાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો સંદેશ
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબટે સિડનીમાં ટેરર હુમલો કરાયાને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ રાજકારણપ્રેરિત હુમલો છે. એબટે લોકોને સંયમ જાળવવા અને પોતપોતાનું કામ કરતા રહેવાની અપીલ કરી છે.

બંદૂકધારીઓને હેતુ શું છે?
વડાપ્રદાન એબટે કહ્યું છે કે બંદૂકધારીઓનો હેતુ શું છે તેની ખબર પડી નથી. સ્થાનિક ન્યૂઝ ચેનલે આપેલી માહિતી અનુસાર આ બંદૂકધારીઓ પાસે વિસ્ફોટક સામગ્રી હોવાની પણ સંભાવના છે.

વડાપ્રધાન મોદીની અપીલ
સિડનીની ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં મોદીએ કહ્યુ હતું કે, સિડનીની ઘટના હેરાન કરી દે એવી છે. આ પ્રકારની અમાનવીય ઘટના ઘણી દુખદ હોય છે. હું દરેકની સુરક્ષા માટે પ્રાર્થના કરૂ છું.

બરાક ઓબામાને જાણ કરવામાં આવી
અમેરિકામાં પ્રમુખ બરાક ઓબામાને સિડની હુમલા વિશે વાકેફ કરી દેવાયા છે અને વ્હાઈટ હાઉસ અધિકારીઓ એમને ઘટનાની રજેરજ માહિતી આપી રહ્યા છે.

3 બંધકો નાસી છૂટવામાં સફળ
સિડનીના કાફેમાં બંધક બનાવવામાં આવેલા 50 લોકોમાંથી 3 લોકો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ અંગેના ફૂટેજીસ ચેનલ 7 પર દર્શાવવામાં આવી રહ્યા છે. જેમાં એક કાફેનો સ્ટાફ મેમ્બર છે, જ્યારે બીજા બે ગ્રાહકો છે. અ અંગે ન્યુ સાઉથ વેલ્સના ડેપ્યુટી કમિશનર કેથરિન બર્નનું કહેવું છે કે માર્ટિન પ્લેસ ખાતેના લિન્ડ કાફેમાંથી 3 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધી કોઇને હાનિ પહોંચવાના સમાચાર નથી. અમે બંધકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યા છીએ.