રાજીનામાં બાદ વિશાલ સિક્કાની પહેલી પ્રેસ કોન્ફર્ન્સ, જાણો શું કહ્યું
દેશની સૌથી મોટી આઇટી કંપનીમાંથી એક ઇન્ફોસિસના CEO-MD પદ પરથી વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું છે. વિશાલની જગ્યાએ હાલ પ્રવીણ રાવ ઇન્ફોસિસના વચગાળાના સીઇઓ અને એમડી છે. જો કે રાજીનામાં બાદ પણ વિશાલ સિક્કાને કંપનીનો એક્ઝિક્યૂટિવ વાઇઝ-ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્યારે વિશાલ સિક્કાના રાજીનામા પછી ઇન્ફોસિસ દ્વારા કેલિફોર્નિયાની લાઇવ વીડિયો દ્વારા એક પ્રેસ કોન્ફર્ન્સ કરવામાં આવી હતી. અને તેમાં મીડિયાના અનેક સવાલોના જવાબ તેમણે આપ્યા હતા. ઇન્ફોસિસના પ્રવક્તા રવિ વેંકટેશને મીડિયાને આ પ્રસંગે જણાવ્યું કે કંપની નવા સીઇઓને શોધી રહી છે.
જે માટે રોહન મૂર્તિના નામ પર પણ વિચાર ચાલુ છે. કંપનીનો નવો સીઇઓ તે જ હશે જે કંપનીના કલ્ચરને સમજતો હોય અને કર્મચારી ફ્રેન્ડલી હોવાથી સાથે તે ક્લાયન્ટ્સ કન્સર્નને પણ સમજી શકે. સાથે જ તેમણે કહ્યું કે જે પણ સીઇઓ બને તેણે કંપનીની હાલની રણનીતિ અને સિદ્ધાંતને અપનાવો પડશે. સાથે જ વેંકટેશે જણાવ્યુ કે બોર્ડ દ્વારા વિશાલને હંમેશા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. વિશાલ સિક્કાએ આ પ્રસંગે જણાવ્યું કે મેં ઇન્ફોસિસ નથી છોડી 31 માર્ચ 2018 સુધી હું અહીં છું ત્યાં સુધી જ્યાં સુધી તમામ વસ્તુઓ ઠીક નથી થઇ જતી. અને ત્યાં સુધી હું એક્ઝિક્યૂટીવ વીપી તરીકે ફરજ બજાવતો રહીશ.
વધુમાં વિશાલે જણાવ્યું કે બોર્ડના નિર્ણયથી હું પોતે પણ આશ્ચર્યમાં અને શોકગ્રસ્ત છું. રાજીવ બંસલના મુદ્દા પર સિક્કાએ કહ્યું કે વારંવાર રાજીવ બંસલનો મુદ્દો ઉઠાવવામાં આવે છે. જેનાથી મને બહુ દુખ છે. આવા આરોપથી કંપનીની વેલ્યૂ પર પણ અસર પડી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે વારંવાર લાગી રહેલા આવા આરોપથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ તેમણે કહ્યું કે ઇન્ફોસિસના સીઇઓ તરીકે મેં જે ઉપલબ્ધિ મેળવી છે તેના પર મને ગર્વ છે.
શું છે વિવાદ?
ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઇનેન્શિયલ ઓફિસર રાજીવ બંસલને નુક્શાની ભથ્થુ આપ્યું હતું. જેમાં બંસલને કંપનીએ 24 મહિનાની એડવાન્સ સેલરી કંપનીને છોડતી વખતે આપી હતી. આ રકમ પર સેબીએ સવાલ કર્યા હતા. જે પછી નારાયણ મૂર્તિ, અન્ય ફાઉન્ડર્સ અને વિશાલ સિક્કા સમતે કેટલાક ટોચના અધિકારીઓએ કંપની બોર્ડ સામે સવાલ ઊભો કર્યો હતો. જે બાદ આ મામલે વિવાદ થયો હતો