For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૌટાલાએ તિહાડ જેલમાંથી મોબાઇલ ફોન પર આપ્યું ભાષણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

om-prakash-chautala
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: શિક્ષક ભરતીમાં કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની સાથે જેલમાં બંધ ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો)ના નેતા અજય ચૌટાલ પર જેલમાંથી મોબાઇલ ફોન પર હરિયાણામાં જનસભાને સંબોધિત કરવાનો આરોપ છે. તિહાડ જેલ વહિવટી તંત્રએ તેની તપાસનો આદેશ આપ્યો છે. જેલ મહાનિર્દેશક વિમલ મેહરાએ કહ્યું હતું કે 'બધા કેદીઓને દરરોજ પોતાના પરિવાર સાથે પાંચ મિનિટ વાત કરવાની પરવાનગી હોય છે.

અજય ચૌટાલાએ 19-20 ફેબ્રુઆરીએ પોતાના પુત્રને મોબાઇલ ફોન કર્યો હતો તેને સમર્થકોને બોલાવી રાખ્યા હતા. અજય ચૌટાલાએ ત્યારબાદ તેમને સ્પીકર ફોન પર સંબોધિત કર્યા હતા.

વિમલા મેહરાએ કહ્યું હતું કે 'આ મામલામાં શનિવારે એક તપાસ ગોઠવવામાં આવી છે. અમે દરેક દ્રષ્ટિકોણથી આ કેસને જોઇ રહ્યાં છીએ. રિપોર્ટ મંગળવારે સોંપવામાં આવી શકે છે. જો અજય ચૌટાલા વિરૂદ્ધ આરોપો સાચા ઠરશે તો તેના વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવશે. એક અન્ય જેલ અધિકારીએ કહ્યું હતું કે અજય સોનીપત જિલ્લામાં 20 ફેબ્રુઆરીએ પાંચ મિનિટ સુધી એક રેલીને સંબોધિત કરી હતી.

રેલીની ભીડ તેમના પુત્ર દુષ્યંતે એકઠી કરી હતી. અજય ચૌટાલાના સમર્થકોને જેલમાં બંધ પોતાના પિતાના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું હતું તથા ગ્રામીણોના ખબર અંતર પુછ્યા હતા. બીજી તરફ ઓમપ્રકાશ ચૌટાલાએ પણ એક પત્ર લખ્યો હતો જેને રેલી દરમિયાના વાંચી સંભળાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રોહીણીની વિશેષ સીબીઆઇ કોર્ટે જેબીટી ભર્તી કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તથા ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા સહિત 55 લોકો દોષી સાબિત થયા છે.

English summary
The Tihar Jail authorities have initiated an inquiry against INLD chief and former Haryana CM OP Chautala's son Ajay Chautala after it was found that he addressed a public rally at Sonepat through the speaker phone when his grandson called him up last Wednesday in jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X