For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Inside Story: જાણો ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કેમ કર્યો, માત્ર 5 કિમીને લઇ બબાલ થયો

Inside Story: જાણો ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કેમ કર્યો, માત્ર 5 કિમીને લઇ બબાલ થયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ટકરાવ હવે એક તણાવપૂર્ણ મોડ પર પહોંચી ગયો છે. 45 વર્ષ બાદ એલએસી પર થયેલ સંઘર્ષમાં ભારતના એક ઑફિસર સહિત 20 સૈનિકો શહીદ થઇ ગયા. બધા આશ્ચર્યચકિત થઇ ગયા કે આખરે ડિ-એસ્કલેશનની કોશિશો ચાલુ હતી તો સોમવારે રાતે અચાનક એવું શું થઇ ગયું કે ચીની સેનાએ હુમલો કરી દીધો. આ હુમલામાં કર્નલ સંતોષ બાબૂ અને તેમના બાકી જવાન ઝડપમાં આવી ગયા.

સોમવારે રાતે 11.30 વાગ્યે બબાલ શરૂ થઇ

સોમવારે રાતે 11.30 વાગ્યે બબાલ શરૂ થઇ

સૂત્રો તરફથી જણાવવામા આવી રહ્યું છે કે સમગ્ર મામલો રાતે 11: 30 વાગ્યે શરૂ થયો હતો. તે સમયે બંને તરફથી જવાનોના પીછેહઠનો સિલસિલો ચાલુ હતી. આ સમયે કર્નલ સંતોષ બાબૂએ ચીની જવાનોને પાંચ કિમી પાછળ ચાલ્યા જવા કહ્યું. આ વાતથી ચીની સેના ભડકી ઉઠી અને તેમણે અપશબ્દો કહેવા શરૂ કરી દીધા. જે બાદ બંને તરફથી મારપીટ શરૂ થઇ ગઇ અને પછી ચીની સેનાએ પથ્થર અને સળિયાથી હુમલો કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના તરફથી ચીનને પણ ઝડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવાર સુધી ચીની સૈનિકોનો હુમલો ચાલુ હતો.

ચીનના 43 સૈનિકો ઠાર

ચીનના 43 સૈનિકો ઠાર

માનવામાં આવી રહ્યું છે કે આ મારપીટમાં ચીનના 43 સૈનિકો ઠાર મરાયા. વિદેશ મંત્રાલય તરફથી આ હિંસા પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કહેવામાં આવ્યું કે બંને પક્ષોએ નુકસાન ભોગવવું પડ્યું છે. તેમણે કહ્યું કે છ જૂને થયેલ સમજૂતીને જો ચીને માની હોત તો આ હિંસાથી બચી શકાતું હતું. તેમણે કહ્યું કે ચીનની સેનાએ એકપક્ષીય કાર્યવાહીમાં એલએસીની યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી હતી.

ભારતે ચીનને જવાબ આપ્યો

ભારતે ચીનને જવાબ આપ્યો

અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે બંને પક્ષો વચ્ચે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવ ખતમ કરવા માટે બંને તરફથી મિલિટ્રી અને રાજનૈતિક સ્તરે વાર્તા ચાલુ હતી. સીનિયર કમાંડર્સ છ જૂને મળ્યા હતા અને તે પ્રક્રિયા પર રાજી થયા હતા જે અંતર્ગત ડિ-એસ્કલેશન થવાનું હતું. આ સમયે કમાંડર્સની કેટલીય મીટિંગો ચાલી અને તેઓ એક નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલય મુજબ ભારતને ઉમ્મીદ હતી કે આ આખી પ્રક્રિયા આસાનીથી અંજામ આપવામાં આવશે પરંતુ ચીની ફક્ષ તરફતી સ્થિતિ મુશ્કેલ બનાવી દેવામાં આવી. પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત હંમેશાથી જ સરહદી વિસ્તારો પર શાંતિ અને સ્થિરતાના પક્ષમાં રહ્યો છે.

LAC પર 45 વર્ષ પહેલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા

LAC પર 45 વર્ષ પહેલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા

વર્ષ 1975 બાદથી આ પહેલો અવસર છે જ્યારે ચીન બોર્ડર પર આવેલ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સેનાએ પોતાના સૈનિક ગુમાવવા પડ્યા છે. 45 વર્ષ પહેલા અરુણાચલ પ્રદેશમાં ભારતીય દળ જે સમયે પેટ્રોલિંગ પર હતું ત્યારે ચીની જવાનોએ તેમના પર હુમલો કરી દીધો હતો. હવે ફરી ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો છે. ગત સોમવારે ડ-એસ્કલેશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે ચીની સૈનિકોએ હુમલો કરી દીધો હતો. બંને તરફ સૈનિકોએ જીવ ગુમાવવા પડ્યા. આ મામલે બંને પક્ષના સીનિયર મિલિટ્રી ઑફિસર્સ મીટિંગ કરી રહ્યા છે જેથી હાલાત પર નિયંત્રણ મેળવી શકાય.

ડી-એસ્કેલેશન વાતચીત દરમિયાન કર્નલ પર ચીની સૈનિકોએ કર્યો હુમલોઃ સૂત્રડી-એસ્કેલેશન વાતચીત દરમિયાન કર્નલ પર ચીની સૈનિકોએ કર્યો હુમલોઃ સૂત્ર

English summary
inside story of india china stand off, it started when colenel asked chinese soldiers to leave 5 km our area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X