For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર મહિલાના વેશમાં હુમલો કરી શકે છે આતંકવાદીઓ

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઈન્દોરમાં બોહરા સમાજના કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યા છે. આ પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી મોદી પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઈન્દોરમાં બોહરા સમાજના કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યા છે. આ પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી મોદી પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવવામાં આવી રહી છે. સમાચાર છે કે આતંકવાદી મહિલાનો વેશ ધારણ કરીને કાર્યક્રમ સ્થળમાં ઘૂસીને હુમલો કરી શકે છે. હુમલાની આશંકા બાદ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જડ કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે.

ઈન્દોરની સૈફીનગર મસ્જિદ એસપીજીની સુરક્ષાના ઘેરમાં

ઈન્દોરની સૈફીનગર મસ્જિદ એસપીજીની સુરક્ષાના ઘેરમાં

જાણકારી મુજબ એસપીજીએ સૈફીનગર મસ્જિદને સુરક્ષા ઘેરમાં લઈ લીધી છે. 14 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્દોરમાં 35 મિનિટનો કાર્યક્રમ છે. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ નરેન્દ્ર મોદી બોહરા સમાજના 53 માં ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફૂદ્દીન સાથે મુલાકાત કરશે અને સૈફીનગર સ્થિત મસ્જિદમાં પણ જશે અને અહીં તે સંબોધન કરશે.

આ પણ વાંચોઃ એક પરિવાર માટે કામ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છેઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ એક પરિવાર માટે કામ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છેઃ પીએમ મોદી

ઈન્દોરના 12 ચાર રસ્તા પરથી પસાર થશે પીએમ મોદીનો કાફલો

ઈન્દોરના 12 ચાર રસ્તા પરથી પસાર થશે પીએમ મોદીનો કાફલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મુજબ સવારે 9.30 વાગે દિલ્લીથી રવાના થશે અને 11 વાગે ઈન્દોર એરપોર્ટ પહોંચ્યા બાદ સૈફી નગર સભા સ્થળ માટે જશે. પીએમ મોદી 10 કિલોમીટરનો રસ્તો કાપીને સૈફીનગર સુધી પહોંચશે. આ દરમિયાન 12 ચાર રસ્તા પરથી પસાર થશે. આ બધા ચાર રસ્તા પર તેમની સુરક્ષા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

જર્મન કેમેરાથી કરવામાં આવશે પીએમ મોદીની સુરક્ષા

જર્મન કેમેરાથી કરવામાં આવશે પીએમ મોદીની સુરક્ષા

સૂત્રો મુજબ પીએમ મોદીના કાફલાની પૂરતી સુરક્ષા માટે જર્મન કેમેરાથી વિશેષ નજર રાખવામાં આવશે. આતંકી હુમલાની એલર્ટના કારણે ઈન્દોર પોલિસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પીએમ મોદીની ઈન્દોર યાત્રા પહેલા આતંકી હુમલાની આશંકાના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એજન્સીઓ પાસેથી સમાચાર મળ્યા છે કે આતંકી મહિલાના વેશમાં પંડાલમાં ઘૂસી શકે છે. પોલિસે એન્ટ્રી ગેટ અને શહેરના તમામ રસ્તાઓ પર મોનિટરીંગ વધારી દીધુ છે.

પીએમ મોદીના કાર્યક્રમમાં 60 ટકા મહિલાઓ હશે શામેલ

પીએમ મોદીના કાર્યક્રમમાં 60 ટકા મહિલાઓ હશે શામેલ

એસપીજીએ સ્પષ્ટ કર્યુ કે યોગ્ય ઓળખપત્ર વિના કોઈ પણ વ્યક્તિને પ્રધાનમંત્રીની આસપાસ જવા દેવામાં આવશે નહિ. વળી બોહરા સમાજના વોલેંટિયર્સ અને બુરહાની ગાર્ડ્ઝની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલાના વેશમાં આતંકવાદીઓના ઘૂસવાનો સંદેશ એટલા માટે પણ વધી રહ્યો છે કારણકે સભાસ્થળ પર આવનારા લોકોમાં 60 ટકા મહિલાઓ શામેલ હશે. કાર્યક્રમમાં 200 મહિલા વોલેંટિયર્સ હાજર રહેશે. ઘણી મહિલાઓ બુરખામાં પણ રહેશે. સુરક્ષા એજન્સીઓ સામે પડકાર ઘણો વધી ગયો છે.

પીએમ મોદીના કાર્યક્રમમાં બુરખો પહેરીને તૈનાત રહેશે મહિલા પોલિસકર્મી

પીએમ મોદીના કાર્યક્રમમાં બુરખો પહેરીને તૈનાત રહેશે મહિલા પોલિસકર્મી

બીજી તરફ મોટી સંખ્યામાં મહિલાઓના બુરખામાં હોવાના કારણે ઈન્દોર પોલિસના તમામ મોટા અધિકારી આ એલર્ટ અંગે સતર્ક છે. તેમણે મહિલા પોલિસકર્મીઓને બુરખામાં તૈનાત કરવાની તૈયારી કરી છે. અધિકારીઓનું કહેવુ છે કે જ્યારે પ્રધાનમંત્રીનો પ્રવાસ હોય છે ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની એલર્ટને ટોપ પ્રાયોરિટી પર લેવામાં આવે છે. પીએમ મોદી 83 દિવસોમાં બીજી વાર ઈન્દોર આવી રહ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી ઈન્દોરમાં સ્વચ્છતા એવોર્ડ આપવા માટે ઈન્દોર આવ્યા હતા. મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચોઃ નાણાંમંત્રીએ CBI અને ED ને માલ્યા સાથે મુલાકાતની વાત કેમ કહી નહિઃ રાહુલઆ પણ વાંચોઃ નાણાંમંત્રીએ CBI અને ED ને માલ્યા સાથે મુલાકાતની વાત કેમ કહી નહિઃ રાહુલ

English summary
intelligence agencies alert on pm narendra modi in Indore visit, terrorist may attack in garb of women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X