ડૉન દાઉદ ઇબ્રાહીમના નવ રહેઠાણમાં એક વ્હાઇટ હાઉસ પણ!

Posted By:
Subscribe to Oneindia News

દેશની તમામ તપાસ એજન્સીઓ મુંબઈના સૌથી મોટા ગુનેગાર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે પાછલા 25 વર્ષથી એડીચોટીનું જોર લગાવી રહી છે. સત્ય બધાં જાણે જ છેકે દાઉદ બીજે ક્યાય નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં છુપાયેલો છે.

સૌથી અગત્યની વાત તો એ છેકે ભારતને દાઉદના બધાં જ સ્થળની ખબર છે. આ સંદર્ભમાં ઘણી વખત પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતા પાકિસ્તાન દાઉદ ત્યાં હોવાની વાત અંગે નનૈયો ભણે છે. ત્યારે આ વખતે એજન્સીઓએ પાકિસ્તાનમાં દાઉદના 1-2 નહિં પણ 9 ઘર હોવાની વાત કરી છે.

 

એજન્સીઓએ પુરાવાના રૂપે આ તમામ સ્થાનોની જાણકારી મેળવી છે. અને આ તમામ પુરાવા દાઉદ પાકિસ્તાનમાં હોવાની ચાડી ખાઇ રહ્યાં છે. પરંતુ તેમ છતા પાકિસ્તાન સરકાર આ તમામ પુરાવાને અવગણી રહી છે. દાઉદને પાકિસ્તાની સૈન્ય અને ISISની પનાહ મળેલી છે. પાકિસ્તાનમાં તે લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સરકારી જમાઇની જેમ લહેર કરે છે. તો આવો દાઉદના તમામ 9 સ્થાનો અંગે વિસ્તારથી જાણીએ કે જે ભારતે ડૉઝિયરમાં જણાવ્યા હતા.

દાઉદનું રહેઠાણ નંબર 1
  

દાઉદનું રહેઠાણ નંબર 1

6/A, ખયાબાન એ તંજીમ, ફેઝ-5, ડિફેન્સ હાઉસીંગ એરિયા, કરાંચી- કરાંચીનો આ પોશ એરિયા માનવામાં આવે છે. જ્યાં સેનાના અધિકારીઓ, રાજનેતા, નેતા અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે.

દાઉદનું રહેઠાણ નંબર# 2
  

દાઉદનું રહેઠાણ નંબર# 2

D/13, બ્લોક 4, સેક્ટર-5, કરાંચી ડેવલોપમેન્ટ ઓથોરીટી, ક્લીફ્ટન, કરાંચી- ક્લીફ્ટન કરાંચીના સૌથી મોંઘા અને પોશ વિસ્તારમાંથી એક છે. આ વિસ્તારમાં ઘર હોવુ અભિમાન અને શાનની વાત હોય છે. આશ્ચર્યજનક વાત એ છેકે આ વિસ્તારમાં મંત્રીઓ અને નેતાઓને પણ સરળતાથી ઘર નથી મળતા.

દાઉદનું રહેઠાણ નંબર# 3
  
 

દાઉદનું રહેઠાણ નંબર# 3

70, મોઇન પેલેસ, અબ્દુલા શાહ ગાઝી દરગાહથી 5 મિનીટના અંતરે, ક્લીફ્ટન, કરાંચી- દાઉદે આ મકાનનું નામ પોતાના દિકરા મોઇનના નામ પરથી મહેલનુમા રાખ્યુ છે. દાઉદની બીજી દીકરીના લગ્ન આ સ્થળ પર થયા હતા.

દાઉદનું રહેઠાણ નંબર# 4
  

દાઉદનું રહેઠાણ નંબર# 4

57, વ્હાઇટ હાઉસ, અબ્દુલ્લા શાહ ગાજી મઝારની પાસે, ક્લીફ્ટન, કરાંચી.

દાઉદનું રહેઠાણ નંબર# 5
  

દાઉદનું રહેઠાણ નંબર# 5

શિરીન જીન્ના કોલોની, જીઆઉદ્દીન હોસ્પિટલથી 5 મીટર દુર, ક્લીફ્ટન, કરાંચી.

દાઉદનું રહેઠાણ નંબર# 6
  

દાઉદનું રહેઠાણ નંબર# 6

F-23, બ્લોક 5, બોટ બસીન, ક્લીફ્ટન, કરાંચી- વર્ષ 1996માં દાઉદના પાસપોર્ટમાં આ એડ્રેસ હતુ. એજન્સીઓના જણાવ્યા મુજબ આ એડ્રેસ નકલી પણ હોઇ શકે છે. આ એડ્રેસનો ઉપયોગ દાઉદ ખાનગી એજન્સીઓને ગુમરાહ કરવા માટે કરે છે.

દાઉદનું રહેઠાણ નંબર# 7
  

દાઉદનું રહેઠાણ નંબર# 7

8મો માળ, મેહરાન સ્ક્વેયર, પરદેસી હાઉસની પાસે, 3 તલવાર વિસ્તાર, ક્લીફ્ટન, કરાંચી.

દાઉદનું રહેઠાણ નંબર# 8
  

દાઉદનું રહેઠાણ નંબર# 8

H-37, ગલી નંબર 30, DHA ફેઝ-5 એક્સટેન્શન, કરાંચી-આ સ્થળ કરાંચીના મોંઘા વિસ્તારોમાંથી એક છે. જ્યાં પ્રતિ વર્ગ ફુટ જમીનની કિંમત 15થી 25 રૂપિયા છે.

દાઉદનું રહેઠાણ નંબર# 9
  

દાઉદનું રહેઠાણ નંબર# 9

H-7, F-6/2, મેન મરગલા રોડ, ઇસ્લાબાદ- ઇસ્લાબાદમાં દાઉદનું આ એક માત્ર એડ્રેસ છે.

English summary
Indian intelligence agencies have tracked down underworld don and terrorist Dawood Ibrahim's house in Pakistan.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.