Fact : મોદી દેશના પહેલા PM જેમના માતા છે જીવિત

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે : છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી ભાજપ આ વખતે નસીબદાર સાબિત થઇ છે કે તે પૂર્ણ બહુમત સાથે દેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંદીગઢમાં અણધારી સફળતા મળી છે.

દિલ્હીમાં ભાજપને હાથ તમામ સાત કમળ આવ્યા છે. જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટી (આપ) રહી અને ત્રીજા ક્રમે કોંગ્રેસ આવી છે.

ઉત્તરાખંડની તમાપ પાંચ બેઠકો અને હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો પર ભાજપાએ પોતાનો ઝંડો ગાડ્યો છે. બંને રાજ્યોમાં કોંગ્રેસી મુખ્યમંત્રીઓની પત્નીઓએ હારનો સામનો કરવો પડ્યો છે.

લગભગ ત્રીસ વર્ષ બાદ કોઇ બિન કોંગ્રેસી સરકાર સત્તામાં આવી છે. જો સ્વયંમાં એક ખાસ વાત છે. તેનાથી પણ વધારે રસપ્રદ બાબત એ છે કે પ્રથમવાર કોઇ પાર્ટીએ નેતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

16મી લોકસભાની રસપ્રદ બાબતો
253 સાંસદો 55 વર્ષથી વધારે ઉંમરના
16મી લોકસભાપૂર્વની લોકસભા કરતા થોડી વધારે ઉંમરલાયક લાગશે. કારણ કે 543 ચૂંટાયેલા સભ્યોમાંથી 253 સભ્યોની સરેરાશ વય 55 વર્ષથી વધારેની છે. સંસદના નીચલા ગૃહમાં સૌથી વધારે સભ્યોમાં સૌથી વરિષ્ઠ સાંસદ ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ અડવાણી (86) છે. આ વખતે માત્ર 71 સભ્યો 40 વર્ષથી ઓછી વયના છે. 15મી લોકસભામાં 43 ટકા સભ્યો 55 વર્ષથી વધારે ઉંમરના હતા.

75 ટકા સાંસદ સ્નાતક
લોકસભા ચૂંટણી 2014માં 75 ટકા સાંસદો ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી ધરાવે છે. જ્યારે 10 ટકા સાંસદો માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલા છે.

દિલ્હીમાં 7 પર્ણી કમળ
દિલ્હીની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. મતોની ટકાવારી જોઇએ તો આપ બીજા અને કોંગ્રેસ ત્રીજા ક્રમે છે.

ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભગવો
ઉત્તરાખંડ 5 અને હિમાચલ પ્રદેશ 4ની બેઠકો ભાજપ પાસે આવી છે.

ચંદીગઢમાં કમળની કિરણ
ભાજપને ચંદીગઢની એકમાત્ર બેઠક પર સરળતા મળી છે. જેમાં તેના ઉમેદવાર કિરણ ખેર 69600 મતોની સરસાઇ સાથે પણ વિજયી બન્યા છે.

હરિયાણામાં ભાજપી રંગ
હરિયાણામાં ભાજપને સાત બેઠકો પર સફળતા મળી છે. રાજ્યમાં પાર્ટીએ 8 બેઠકો પર ઉમેદવારો જીત્યા છે.

પંજાબમાં બલ્લે બલ્લે ના થયું
ભાજપ માટે સૌથી ખરાબ સ્થિતિ ભાજપની રહી છે. જ્યાં તેના સાથી પક્ષ અકાલીદલને 13 બેઠકોમાંથી 6 બેઠકો જ મળી હતી. ભાજપ માટે સૌથી મોટો આંચકો અરૂણ જેટલીની હાર હતી. અમૃતસર બેઠક પરથી તેમને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે એક લાખથી વધુ મતોની સરસાઇથી પરાજીત કર્યા હતા.

16મી લોકસભામાં 61 મહિલા સાંસદ
મહત્વની બાબત એ છે કે આ વખતે લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા વધી છે. ગત લોકસભાની સરખામણીએ આ વખતે બે મહિલા સાંસદો વધીને કુલ સંખ્યા 61 થઇ છે.

સૌથી યુવા સાંસદ
હરિયાણાથી ચૂંટાયેલા દુષ્યંત ચૌટાલા સૌથી યુવા સાંસદ છે. તેઓની વય 26 વર્ષ છે.

રામપુર ખાસમાં કોંગ્રેસ
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ગઢ ગણાતી રામપુર ખાસ બેઠક કોંગ્રેસ પાસે જ રહી છે. અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરાધના મિશ્રા 'મોના' રેકોર્ડ મતોથી જીત્યા છે.

મોદીના મિશન 272માં ઉત્તરપ્રદેશનું 26 ટકા યોગદાન
ભાજપે ઉત્તર પ્રદેશમાં ચૌકાવનારો દેખાવ કર્યો છે. ભાજપાએ અહીં 80માંથી 73 બેઠકો જીતી છે.

દેશના પ્રથમ PM જેમના માતા જીવિત છે
નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ PM છે જેમના માતા જીવિત છે. અત્યાર સુધી દેશના કોઇ પણ પીએમને આવું સૌભાગ્ય મળ્યું નથી.

English summary
The 16th Lok Sabha will be a little older than the earlier one, with 253 of the 543 elected members being above the age of 55 and this Lok Sabha will have the highest number of women members at 61.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X