For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 જાન્યુઆરીથી ચાલુ થશે બજેટ સત્ર, 13 ફેબ્રુઆરી સુધી ચાલશે

31 જાન્યુઆરીથી ચાલુ થશે બજેટ સત્ર, 13 ફેબ્રુઆરી સુધી ચાલશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એનડીએ સરકાર પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ 1 ફેબ્રુઆરીથ રજૂ કરી શકે છે. સૂત્રો મુજબ સંસદનું વચગાળાનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી ચાલુ થશે જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય મામલાની કેબિનેટ સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકાર આ વચગાળાના બજેટ સત્રમાં કેટલીય મોટી ઘોષણા કરી શકે છે. લોકસા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે.

arun jaitley

મંત્રાલય બજેટ ભાષણ પમાટે પહેલા જ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો પાસેને પોતાનું મંતવ્ય જણાવવા કહી દીધું છે. 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર સંસદમાં બજેટ રજૂ કરશે. સરકારના નાણામંત્રી અરુણ જેટલી સદનમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જણાવી દઈએ કે મોદી સરકારે રેલ બજેટ અને સામાન્ય બજેટને અલગ-અલગ રજૂ કરવાની પરંપરાને ખતમ કરી દીધી હતી.

હવે રેલવે બજેટ પણ સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવે છે. કાર્યાલયના અંતિમ બજેટમાં મોદી સરકારની કોશિશ સામાન્ય લોકોને લોભાવતી ઘોષણાઓ પર હશે. સૂત્રો મુજબ સરકાર પીએમ આવાસ યોજનાનું બજેટ 50 ટકાથી વધારી મિડલ ક્લાસના વોટ મેળવવાની કોશિશ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સરકારનો લક્ષ્ય હાઉસિંગ ફૉર ઑલ સ્કીમનો ટાર્ગેટ પૂરો કરવા પર છે.

આ પણ વાંચો- મિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાંથી છૂટ મળી શકે છે

English summary
Interim budget to be tabled on 1st feb, budget session from 31st January to 13th February,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X