International Tiger Day: પીએમ મોદીએ જાહેર કર્યો રિપોર્ટ, જાણો કેટલી થઈ વાઘની સંખ્યા
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઘોની સંખ્યા વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે. દેશભરમાં વાઘોની સંખ્યાનો આંકડો જાહેર કરીને પીએમ મોદીએ કહ્યુ કે વાઘોની સંખ્યા 2967 પહોંચી ગઈ છે. પીએમ મોદીએ દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના પ્રસંગે ઑલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન 2018 જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર 2014ની તુલનામાં વાઘોની તુલનામાં વાઘોની કુલ સંખ્યા 741 વધી છે. પીએમે કહ્યુ કે આજે અમે વાઘની રક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. વાઘોની વધેલી સંખ્યા દરેકને ખુશ કરશે. 9 વર્ષ પહેલા સેંટસ પીટર્સબર્ગમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વાઘોની સંખ્યાને 2022 સુધી બમણી કરવાની છે પરંતુ આપણે આ લક્ષ્યને 4 વર્ષ પહેલા જ મેળવી લીધુ છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે 2014માં ભારતમાં કુલ પ્રોટેક્ટેડ એરિયાની સંખ્યા 692 હતી કે જે 2019માં વધીને 860થી વધુ થઈ ગઈ છે. એટલુ જ નહિ કમ્યુનિટી રિઝર્વની સંખ્યા પણ 2014માં માત્ર 43 હતી જે વધીને સોથી પણ વધુ કરી દેવામાં આવી છે. પીએમે કહ્યુ કે આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે લગભગ 3000 ટાઈગર્સ સાથે ભારત વાઘો માટે દુનિયાનુ સૌથી સુરક્ષિત હેબિટેટ બનીને સામે આવ્યુ છે. અમે વાઘોના સહઅસ્તિત્વને પણ સ્વીકારવાનુ રહેશે. આપણે વાઘોના મહત્વને સમજવુ પડશે. છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો નેકસ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં ઘણી ઝડપ આવી છે. ભારતમાં ફોરેસ્ટ કવર પણ સતત વધી રહ્યુ છે અને સંરક્ષિત વિસ્તારોમાં વધારો થયો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ઘણા દેશોમાં વાઘ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ભારત વાઘો માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. ભારતમાં 2006માં વાઘોની સંખ્યા કુલ 1411 હતી ત્યારબાદ વાઘોના સંરક્ષણ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. આ અભિયાન બાદ વાઘોની સંખ્યા 2010માં 1706, 2014માં 2226 અને 2018માં 2967 થઈ ગઈ.
આ પણ વાંચોઃ બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, ધ્વનિમતથી જીત્યો વિશ્વાસમત