International Yoga Day 2019: પીએમ મોદીએ કહ્યુ આ આસનો કરશો તો તમે રહેશો તંદુરસ્ત, જુઓ વીડિયો
21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, યોગ એક સાધનાનો વિષય છે જેને દરેક વ્યક્તિએ સમજવુ જોઈએ, યોગ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદીના ટ્વીટર હેન્ડલથી યોગાસનોની એનિમેટેડ સીરિઝ ચલાવવામાં આવી રહી છે જે હેઠળ લોકોને આસન વિશે માહિતી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કંગનાની બહેનનો આરોપઃ ઋતિક રોશનની બહેન સુનૈના ખતરામાં, મારે છે રોશન પરિવાર..
|
નાડીશોધન પ્રાણાયામ
આજે જાહેર કરાયેલ વીડિયોમાં ધ્યાન વિશે બતાવવામાં આવ્યુ છે. ટ્વીટર પર પીએમે લખ્યુ છે કે ધ્યાન યોગાભ્યાસનું સૌથી મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ છે. #YogaDay2019 આ પહેલા નાડીશોધન પ્રાણાયામ વિશે લોકોને બતાવવામાં આવ્યુ હતુ. વીડિયોમાં કહેવામાં આવ્યુ હતુ કે નાડીશોધન પ્રાણાયામ અત્યંત લાભદાયક છે. જુઓ આની વિધિ અને તેના ફાયદા.
|
પીએમ મોદીએ શેર કર્યા આ આસનોના વીડિયો
આ પહેલા સેમતુબંધાસન, સૂર્ય નમસ્કાર, શલાભાસન, ભૂજંગાસન, પવનમુક્તાસન, વજ્રાસન, વક્રાસન, ભદ્રાસન, ઉષ્ટ્રાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, વૃક્ષાસન, તાડાસન અને ત્રિકોણાસનના વીડિયો શેર કરવામાં આવી ચૂક્યા છે.
|
આસનોથી મળે છે આ ફાયદા
સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારથી વિટામિન-ડી મળે છે. જેનાથી હાડકાં મજબૂત થાય છે, આંખોનું તેજ વધે છે.
શલાભાસનઃ કમર અને પીઠને મજબૂત કરે છે અને પાચનક્રિયા સુધારે છે.
ભુજંગાસનઃ માત્ર તમારી પીઠ અને કમરનો દુખાવો નહિ પરંતુ ઘણી શારીરિક પીડાઓથી મુક્તિ અપાવે છે.
પવનમુક્તાસનઃ પવન મુક્તાસન પેટ માટે ખૂબ જ લાભદાયી છે. આ યોગથી ગેસ્ટિક, પેટની ખરાબીમાં લાભ મળે છે.
વજ્રાસનઃ પાચનશક્તિ, વીર્યશક્તિ તથા સ્નાયુશક્તિ આપનાર આ આસન વજ્રાસન કહેવાય છે.
વક્રાસનઃ મણકાની સક્રિયતા વધારીને તેમાં એક નવી સ્કૂર્તિ લાવે છે.
ભદ્રાસનઃ ભદ્રાસનના નિયમિત અભ્યાસથી રતિ સુખમાં ધૈર્ય અને એકાગ્રતાની શક્તિ વધે છે.
|
અનાહત (હ્રદય ચક્ર) ને ખોલે છે આ આસન
ઉષ્ટ્રાસનઃ ઉષ્ટ્રાસન એક મધ્યવર્તી પીછળ ઝૂકવાનું યોગ આસન છે જે અનાહત (હ્રદય ચક્ર)ને ખોલે છે.
પાદહસ્તાસનઃ પાદહસ્તાસન પાચન સમસ્યાઓને નિયંત્રિત કરવા સાથે જ તે પગના હાડકાઓના રોગને દૂર કરવામાં પણ સહાયક બને છે.
અર્ધ ચક્રાસનઃ જે વ્યક્તિઓને કુલ્હા તથા મણકાના હાડકામાં કોઈ ગંભીર સમસ્યા હોય, તે લોકોને આ આસનથી લાભ થાય છે.
વૃક્ષાસનઃ વૃક્ષાસન કરવાથી વ્યક્તિની આકૃતિ વૃક્ષ સમાન દેખાય છે એટલા માટે તેને વૃક્ષાસન કહેવાય છે.
તાડાસનઃ તાડાસન યોગ આખા શરીરને લચીલુ બનાવે છે. માંસપેશીઓને જ નહિ પરંતુ સુક્ષ્મ માંસપેશીઓને પણ ઘણી હદ સુધી લચીલી બનાવે છે.
ત્રિકોણાસનઃ જાડાપણાથી ત્રસ્ત લોકો માટે આ સૌથી સિમ્પલ અને યુઝફૂલ આસન માનવામાં આવે છે.
|
દરેક યોગ આપે છે નિરોગ શરીર
સંપૂર્ણ સ્વાસ્થ્ય
વજનમાં ઘટાડો
ચિંતામાંથી મુક્તિ
અંતસની શાંતિ
પ્રતિરોધક ક્ષમતામાં સુધારો
વધુ સજાગતા સાથે જીવવુ
ઉર્જામાં વૃદ્ધિ
વધુ શારીરિક લચીલાપણુ
બેસવાની રીતમાં વધુ અંતર્જ્ઞાન
|
માનસિક તેમજ ભાવનાત્મક રીતે સ્વસ્થ રાખે છે યોગ
તમે ત્યારે પૂર્ણ રીતે હેલ્ધી હોવ છો ત્યારે તમે માત્ર શારીરિક રીતે નહિ પરંતુ માનસિક તેમજ ભાવનાત્મક રીતે પણ સ્વસ્થ બનો છો. યોગ આપણને બેસવાની રીત, પ્રાણાયામ તથા ધ્યાન સંયુક્ત રીતે શીખવે છે. નિયમિત રીતે અભ્યાસ કરનારાને અસંખ્ય લાભ થાય છે. યોગ શબ્દ સંસ્કૃત શબ્દ યુઝથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ છે વ્યક્તિગત ચેતના કે આત્મા સાથે મિલન. યોગ 5000 વર્ષ પ્રાચીન ભારતીય જ્ઞાનનો સમાજ છે. ઘણા લોકો માત્ર શારીરિક વ્યાયામને જ યોગ માને છે જ્યાં લોકો શરીરને તોડે મરોડે છે અને શ્વાસ લેવાની જટિલ રીતો અપનાવે છે.