સેક્સ રેકેટ: વહાર્ટસપ પર છોકરીઓની ફોટો બતાવીને તેને સપ્લાય કરતા
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે એક સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ સેક્સ રેકેટ વહાર્ટસપ ઘ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે વહાર્ટસપ પર છોકરીઓની ફોટો બતાવીને એજન્ટો ઘ્વારા છોકરીઓ સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસે કાર્યવાહી કરીને ત્રણ મહિલાઓ સહીત 6 લોકોની ધરપકડ કરી છે.
ગોવા: જબરજસ્તી કરાવવામાં આવતો હતો દેહવ્યાપાર, છોકરીઓને મુકત કરાવવામાં આવી

સૂચના મળતા પોલીસે છાપો માર્યો
મળતી જાણકારી અનુસાર બરેલી જિલ્લાના ઇજ્જતનગર ચોકી વિસ્તારમાં ગંગવાર ઇન્ક્લેવમાં સીબીગંજ નિવાસી વિજય યાદવનું મકાન છે. ગુરુવારે પોલીસને સૂચના મળી હતી કે મકાનની અંદર સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સૂચના મળતા જ સીઓ કુલદીપ સિંહ સુભાસનગર એસએચઓ સાથે જગ્યા પર પહોંચ્યા. પોલીસે જયારે વિજય યાદવના મકાન પર છાપો માર્યો ત્યારે તેઓ હેરાન થઇ ગયા. પોલીસે ત્રણ યુવતીઓ અને ત્રણ આરોપીઓને આપત્તીજનક હાલતમાં પકડ્યા. પોલીસે જયારે તેમની પૂછપરછ કરી ત્યારે બે યુવતીઓએ જણાવ્યું કે તેઓ બિહારની રહેવાસી છે, જયારે એક દિલ્હીની રહેવાસી હતી.

ઘણા પ્રદેશોમાં કારોબાર ફેલાયેલો છે
પોલીસે પકડમાં આવેલા લોકો પાસેથી હજારો રૂપિયા કેશ, 7 મોબાઈલ ફોન અને ભારે માત્રામાં આપત્તીજનક સામાન મળી આવ્યો છે. સેક્સ રેકેટ સાથે જોડાયેલા આ લોકોનું નેટવર્ક દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, અને આસામ જેવા રાજ્યોમાં ફેલાયેલું છે. સેક્સ રેકેટનો ભાંડો ફોડતા સીટી એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી અનૈતિક દેહ વેપારની ફરિયાદ તેમને મળી રહી હતી. ત્યારપછી તેના માટે કાર્યવાહી કરવામાં આવી.

આસામ અને બિહારથી છોકરીઓ ખરીદીને લાવતા હતા
પોલીસ પૂછપરછમાં આરોપીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આસામ અને બિહારથી છોકરીઓને ખરીદીને બરેલી લાવવામાં આવતી હતી, ત્યારપછી તેમની પાસે જબરજસ્તી દેહવેપાર કરાવવામાં આવતો હતો. હાલમાં પોલીસે બધાને જેલમાં મોકલી આપ્યા છે.