For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INX Media Case: 2 સ્પેટમ્બર સુધી ચિદમ્બરમની CBI કસ્ટડીમાં જ રહેશે

INX Media Case: 2 સ્પેટમ્બર સુધી ચિદમ્બરમની CBI કસ્ટડીમાં જ રહેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ INX મામલામાં પી ચિદમ્બરમને શુક્રવારે રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ પાંચ દિવસની કસ્ટડીની માંગ કરી હતી. જે બાદ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સીબીઆઈને ચિદમ્બરમની કસ્ટડી આપી છે. ગુરુવારે એક અભૂતપૂર્વ અરજીમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં 2 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીય તપાસ એજન્સી એટલે કે સીબીઆઈની કસ્ટડીમાં રહેવાની પેશકશ કરી. સીબીઆઈએ તેમની તેમના દિલ્હી સ્થિત જોરબાગ આવાસથી 21મી ઓગસ્ટે ધરપકડ કરી હતી. તેઓ શુક્રવાર સુધી સીબીઆઈ કસ્ટડીમાં રહેશે અને તેમના રિમાન્ડ ખતમ થતા પહેલાં તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સીબીઆઈ કસ્ટડીમાં રહેવા માંગે છે ચિદમ્બરમ

સીબીઆઈ કસ્ટડીમાં રહેવા માંગે છે ચિદમ્બરમ

જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં તેમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાના નિચલી કોર્ટના આદેશને પડકાર આપતી અરજી પર 2 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. જે તુરંત બાદ ચિદમ્બરમ તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ચિદમ્બરમના પ્રસ્તાવ પર પીઠે કોઈ ટિપ્પણી ન કરી અને કહ્યું કે તેઓ દિલ્હી હાઈકોર્ટના 20 ઓગસ્ટના ફેસલાને પડકાર આપતી ચિદમ્બરમની અરજી પર પોતાનો આદેશ 5 સપ્ટેમ્બરે સંભળાવશે.

ઈડીના ફેસલાને પડકાર આપ્યો

ઈડીના ફેસલાને પડકાર આપ્યો

ચિદમ્બરમે ઈડી દ્વારા દાખલ આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ મામલામાં તેમના આગોતરા જામીન અરજી રદ કરવાના ફેસલાને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે ચિદમ્બરમની ધરપકડથી આપવામાં આવેલ અંતરિમ સંરક્ષણને પણ 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધું. ચિદમ્બરમે પોતાની અરજીમાં મની લોન્ડ્રિંગ મામલામાં આગોતરા જામીનની માંગણી કરી હતી.

ખુદને કસ્ટડીમાં રાખવાનો પ્રસ્તાવ

ખુદને કસ્ટડીમાં રાખવાનો પ્રસ્તાવ

ચિદમ્બરમ તરફથી સીનિયર વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું કે, રિમાન્ડના આદેશને પડકાર આપતી અરજી 2 સપ્ટેમ્બ સુધી સૂચીબદ્ધ છે. સિબ્બલે કહ્યું કે હું ખુદ પી ચિદમ્બરમને 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં રાખવાનો પ્રસ્તાવ કરી રહ્યો છું. ઈડીને આ પ્રસ્તાવથી સમસ્યા ન હોવી જોઈએ. સીબીઆઈના મામલામાં મારી રિમાન્ડ શુક્રવારે પૂરી થઈ રહી છે.

Swami Chinmayanand Case: SCએ યૂપી સરકારને કહ્યું- છોકરીને હાજર કરોSwami Chinmayanand Case: SCએ યૂપી સરકારને કહ્યું- છોકરીને હાજર કરો

શું છે મામલો

શું છે મામલો

સીબીઆઈએ 15 મે 2017ના રોજ નોંધાયેલ એક એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2007માં તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમના કાર્યકાળમાં આઈએનએક્સ મીડિયા ગ્રુપના વિદેશથી 305 કરોડનું રોકાણ પ્રાપ્ત કરવા માટે વિદેશી મૂડીરોકાણ સંવર્ધન બોર્ડની મંજુરીમાં અનિયમિતતા દાખવવામાં આવી. ઈડીએ પણ 2017માં મની લોન્ડ્રિંગનો મામલો નોંધ્યો હતો. જે બાદ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ અને ઈડીના મામલામાં ચિદમ્બરમના આગોતરા જામીનની અરજી રદ્દ કરી દીધી હતી.

English summary
INX Media Case: Supreme court extended cbi custody of p chidambaram till 2nd september
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X