For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

સુપ્રીમ કોર્ટે આજે 158 વર્ષ જૂના એડલ્ટરી કાયદાને ખતમ કરી દીધો છે. ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી 5 જજોની બેંચે આ મામલે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે આજે 158 વર્ષ જૂના એડલ્ટરી કાયદાને ખતમ કરી દીધો છે. આઈપીસીની કલમ 497 ની માન્યતાને પડકરાતી યાચિકા પર ઓગસ્ટમાં સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી 5 જજોની બેંચે આ મામલે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ચુકાદો વાંચતી વખતે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ કે પતિ એ પત્નીનો માલિક નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કલમ 497 મહિલા અને પુરુષમાં ભેદભાવ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ મોટો ચુકાદો સંભળાવતા કહ્યુ કે આઈપીસીની કલમ 497 ગેરબંધારણીય છે. પાંચ જજોની બેંચે એડલ્ટરીને ગુનો નથી માન્યો અને વ્યભિચાર અંગેની કલમ 497 ફગાવી દીધી.

158 વર્ષ જૂની કલમ 497 ખતમ

158 વર્ષ જૂની કલમ 497 ખતમ

1. સુપ્રીમ કોર્ટે એડલ્ટરી કાયદાને પડકારતી યાચિકા પર ચુકાદો સંભળાવતા કહ્યુ કે પતિ પત્નીનો માલિક નથી. મહિલાની ગરિમા સૌથી ઉપર છે અને મહિલાના સમ્માન વિરુદ્ધનું આચરણ અયોગ્ય છે.
2. કોર્ટે કહ્યુ કે મહિલા-પુરુષના અધિકાર સમાન છે. જ્યારે આઈપીસી 497 મહિલાને પુરુષના આધીન ગણાવે છે. કોર્ટે એમ પણ કહ્યુ કે પતિ પત્નીએ ઈમાનદાર હોવુ જરૂરી છે.
3. આઈપીસીની કલમ 497 ની માન્યતાને પડકારતી યાચિકા પર ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લગ્નેત્તર સંબંધો બનાવવા ગુનો નથી.

આ પણ વાંચોઃ એડલ્ટરી પર સુપ્રીમનો ફેસલો, કહ્યું- પત્નીનો માલિક નથી પતિ, કલમ 497ને ખતમ કરીઆ પણ વાંચોઃ એડલ્ટરી પર સુપ્રીમનો ફેસલો, કહ્યું- પત્નીનો માલિક નથી પતિ, કલમ 497ને ખતમ કરી

સુપ્રીમ કોર્ટ - પત્નીનો માલિક નથી પતિ

સુપ્રીમ કોર્ટ - પત્નીનો માલિક નથી પતિ

4. જસ્ટીસ નરીમને કહ્યુ કે એડલ્ટરી ગુનો નથી પરંતુ છૂટાછેડા માટેનું યોગ્ય કારણ હોઈ શકે છે. કોર્ટે કહ્યુ કે ચીન જાપાનામાં પણ એડલ્ટરી ગુનો નથી.
5. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ મોટો ચુકાદો આપતા જણાવ્યુ કે આઈપીસીની કલમ 497 ગેરબંધારણીય છે, આઈપીસીની કલમ 497 મહિલાના સમ્માનની વિરુદ્ધમાં છે. કલમ 497 પુરુષોને મનમાનીનો અધિકાર આપે છે.
6. જસ્ટીસ મિશ્રાએ કહ્યુ મૂળભૂત અધિકારોમાં મહિલાઓના અધિકારોને પણ શામેલ કરવા જોઈએ. એક વ્યક્તિનું સમ્માન સમાજની પવિત્રતાથી વધુ જરૂરી છે. મહિલાઓને ન કહી શકાય કે તેમણે સમાજના હિસાબે વિચારવુ જોઈએ.

એડલ્ટરી ગુનો નથી - સુપ્રીમ કોર્ટ

એડલ્ટરી ગુનો નથી - સુપ્રીમ કોર્ટ

7. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની ખંડપીઠમાં જસ્ટીસ ખાનવિલકર, જસ્ટીસ ચંદ્રચૂડ, જસ્ટીસ નરીમન અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા આ ચુકાદા પર એકમત થયા. 158 વર્ષ જૂના કાયદાને કોર્ટે ખતમ કરતા કહ્યુ કે આ પ્રાઈવસીની બાબત છે.
8. જસ્ટીસ ખાનવિલકરે પોતાનો ચુકાદો વાંચતા કહ્યુ કે આ લોકતંત્રની સુંદરતા છે, ‘હું, તુ અને આપણે' જ્યાં દરેકને બરાબરીનો અધિકાર છે. પતિ એ પત્નીનો માલિક નથી. મહિલાને પણ પુરુષ સમાન જ અધિકારો છે.
9. વ્યભિચાર સાથે જો કોઈ ગુનો ન થાય તો તેને ગુનો માનવામાં ન આવવો જોઈએ. સંસદમાં પણ મહિલાઓ સામે ઘરેલુ હિંસા પર કાયદો બનેલો છે.
10. 158 વર્ષ જૂની આઈપીસીની કલમ 497 હેઠળ જો કોઈ પરિણીત પુરુષ કોઈ અન્ય પરિણીત મહિલા સાથે પરવાનગીથી શારીરિક સંબંધ બનાવતો તે તે મહિલાનો પતિ એડલ્ટરીના નામે સંબંધ બનાવનાર પુરુષ સામે કેસ ફાઈલ કરાવી શકતો હતો. જો કે આ પ્રકારના કેસમાં વ્યક્તિ પોતાની પત્ની સામે કોઈ કેસ કરી શકતો નહોતો.

આ પણ વાંચોઃ બેંક ખાતાઓ, મોબાઈલ નંબરોમાંથી કેવી રીતે હટાવશો પોતાનો ‘આધાર નંબર', અહીં જાણોઆ પણ વાંચોઃ બેંક ખાતાઓ, મોબાઈલ નંબરોમાંથી કેવી રીતે હટાવશો પોતાનો ‘આધાર નંબર', અહીં જાણો

English summary
IPC 497: Supreme Court decriminalises adultery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X