• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મયપ્પન, વિંદૂ દારા સિંહે લીધું હોટલના માલિક નામ

By Kumar Dushyant
|

મયપ્પન, વિંદૂ દારા સિંહે લીધું હોટલના માલિક નામ

gurunath-meiyappan
નવી દિલ્હી, આઇપીએલ સ્પૉટ ફિક્સિંગમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરાયેલા બીસીસીઆઇ અધ્યક્ષના જમાઇ ગુરૂનાથ મયપ્પન અને અભિનેતા વિંદૂ દારા સિંહે આ કેસમાં એક ચેન્નઇની હોટલના માલિકનું નામ લીધું છે. આ બંની પુછપરછમાં કહ્યું હતું કે આ હોટલના માલિકની લીંક બૉલીવુડ સેલિબ્રેટી સાથે છે અને તે હોટલ માલિક બૉલીવુડ અને બુકીઝ વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવે છે. બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ મયપ્પનની શુક્રવારે મોડી ધરપકડ કરવામાં આવી હતી. તે 29 મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

વિંદૂ દારા સિંહે આઇપીએલની મેચો દરમિયાન મયપ્પન સાથે સતત સંપર્કમાં રહ્યાં હતા અને તેને અધિકારીઓને જણાવ્યું હતું કે સીએસકેના માલિક મયપ્પને સટ્ટેબાજીમાં એક કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

આ દરમિયાન બીસીસીઆઇની ભ્રષ્ટાચાર નિવારક તથા સુરક્ષા એકમ (એસીએસયૂ)ના પ્રમુખ રવિ સવાનીએ કાલે ચેન્નઇ સુપરકિંગ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમને ગુરૂનાથ મયપ્પનની ટીમમાં ભૂમિકા અંગે પ્રશ્નો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ ઇન્ડિયંસ અને ચેન્નઇ વચ્ચે ઇડન ગાર્ડન્સ પર આઇપીએલ-6 ની ફાઇનલ પહેલાં સવાનીએ ટીમ મેનેજર રસલે રાધાકૃષ્ણ સાથે ટીમમાં મયપ્પનની ભૂમિકાને લઇને લાંબી વાતચીત કરી હતી. આ અંગે કોઇપણ પક્ષ તરફથી આધિકારીક પુષ્ટિ કે ટિપ્પણી કરવામાં આવી નથી.

English summary
Gurunath Meiyappan and Vindoo Dara Singh have named a Chennai hotelier in connection with the betting and spot-fixing scandal that has rocked Indian cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more