For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર વિરૂદ્ધ રિપોર્ટિંગ કરવા બદલ મહિલા રિપોર્ટરને મળી 50 કોયડાની સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દુબઇ, 10 જુલાઇ: ઇરાનમાં મહિલાઓની સ્થિતી દરેક જણ વાકેફ છે. બધા જાણે છે કે મહિલાઓને ત્યાં આઝાદી મળતી નથી, પરંતુ પત્રકારો વિરૂદ્ધ પણ ત્યાં ઉતરતી કક્ષાના કાયદા છે. ઇરાનમાં સરકાર વિરૂદ્ધ રિપોર્ટિંગ કરવું એક મહિલા પત્રકારને ઘણું મોંઘુ પડી ગયું. સરકાર વિરૂદ્ધ સમાચાર બનાવ્યા પછી તેમના પર સરકારની યોજનાઓ વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારે સજાની જાહેરાત કરી દિધી છે. સજા પણ એવી કે રૂવાંટા ઉભા થઇ જાય.

મહિલા પત્રકારને 2 વર્ષ જેલની સાથે-સાથે સાર્વજનિક સ્થળ પર 50 કોડા મારવાની પણ સજા સંભળાવી હતી. મર્જિએ રસૌલી નામની મહિલા પત્રકાર જાન્યુઆરી 2012માં સભા કરવા અને સરકાર વિરૂદ્ધ દુષ્પ્રચારના આરોપમાં ધરપકડક કરવામાં આવી હતી. રસૌલી ઘણી પ્રગતિશીલ તથા સુધારવાદી સમાચારપત્રોમાં કળા, સંગીત અને પુસ્તક સમીક્ષાનું કવરેજ કરતી હતી.

આ દરમિયાન તેમણે સરકારી યોજનાઓ પર કોમેન્ટ કરી દિધી, ત્યારબાદ તેમના પર સરકાર વિરૂદ્ધ બોલવાના આરોપી ગણવામાં આવ્યા અને તેને 50 કોયડાની સજા સંભળાવવામાં આવી. આ ઘટનાથી ગત વર્ષે નવા રાષ્ટ્રપતિ બનેલા હસન રૌહાનીએ ચૂંટણી તથા સાંસ્કૃતિક આઝાદીની આશા લગાવી બેઠેલા લોકોને નિરાશા સાંપડી છે.

English summary
Iranian journalist Marzieh Rasouli was summoned to Evin prison after being informed that she faced a two-year prison sentence and a punishment of 50 lashes for spreading propaganda and "disturbing the public IranWire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X