For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ઈ-ટિકિટ રેકેટનો ભાંડો ફૂટ્યો, મહિને 15 કરોડની ટિકિટોનુ કાળા બજાર, પાકિસ્તાન સાથે જોડાયા તાર

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) એ ટ્રેન ટિકિટોનુ કાળા બજાર કરતા રેકેટનો ભાંડો ફોડ્યો છે. રેલવેએ ઈ ટિકિટ રેકેટ ચલાવતી ટોળકીને ભાંડાફોડ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ટ્રેનોમાં ટિકિટોની મારામારી સામાન્ય વાત છે. ખાસ કરીને બિઝી રૂટ પર ટ્રેન ટિકિટોની જબરદસ્ત માંગ હોય છે. સરળતાથી ટિકિટ મળવાની મુશ્કેલ હોય છે. આનુ એક કારણ ટ્રેન ટિકિટોનુ કાળાબજાર પણ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) એ ટ્રેન ટિકિટોનુ કાળા બજાર કરતા રેકેટનો ભાંડો ફોડ્યો છે. રેલવેએ ઈ ટિકિટ રેકેટ ચલાવતી ટોળકીને ભાંડાફોડ કર્યો છે. રેલવે પોલિસે ઝારખંડના રહેવાસી ગુલામ મુસ્તફાની ઓડિશાથી ધરપકડ કરી છે. તેની સાથે બીજા 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આ રેકેટમાં શામેલ હતા. આ લોકો રેલવે ટિકિટોની કાળા બજારી કરીને મહિને કરોડો કમાતા હતા એટલુ જ નહિ આ ફંડનો ઉપયોગ તે આતંકી ફંડિંગમાં કરતા હતા.

ગુલામ મુસ્તફાની ધરપકડ

ગુલામ મુસ્તફાની ધરપકડ

રેલવેએ આઈઆરસીટીસી દ્વારા ઈ-ટિકિટની કાળાબજારી કરતી આ ટોળકીના પ્રમુખ ગુલામ મુસ્તફાની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ગુલામે 15 કરોડ રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કર્યુ. જો કે આ પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યુ છે. પોલિસનુ કહેવુ છે કે આ રકમ ઘણી વધુ હોઈ શકે છે. મૂળ રીતે ઝારખંડનો રહેવાસી ગુલામ મુસ્તફા બેંગલોરથી પોતાનુ રેકેટ ચલાવતો હતો. તેણે આના માટે ઓફિસ પણ ખોલી હતી જેમાં 200થી 300 લોકો કામ કરતા હતા. દરેક કર્મચારીને 28000થી 30000 સુધી સેલેરી મળે છે.

દર મહિને 15 કરોડ રૂપિયાનુ કાળા બજાર

દર મહિને 15 કરોડ રૂપિયાનુ કાળા બજાર

બેંગલુરુમાં બેઠક કરીને ઈ-ટિકિટના રેકેટ ચલાવનાર મુસ્તફાએ વર્ષ 2015માં ટિકિટોની કાળા બજારી શરૂ કરી. સૉફ્ટવેરની ટ્રેનિંગ લીધા બાદ તેણે હાઈટેક રીતે ઈ ટિકિટોની કાળાબજારી શરૂ કરી દીધી. તે દર મહિને 15 કરોડ રૂપિયાથી વધુ રેલવે ટિકિટોનુ બુકિંગ કરીને તેનુ બ્લેકમાર્કેટિંગ કરતો હતો.

એક મિનિટમાં 3 ટિકિટનુ બુકિંગ

એક મિનિટમાં 3 ટિકિટનુ બુકિંગ

મુસ્તફાની ટોળકીના લોકો 1 મિનિટમાં 3 ટિકિટનુ બુકિંગ કરવાના એક્સપર્ટ હતા. તેની બુકિંગનુ રેકેટ દૂબઈ સુધી ફેલાયેલુ હતુ. આ રેકેટ દ્વારા થતી કમાણીનો મોટો હિસ્સો તે આતંકી ફંડિંગમાં ઉપયોગમાં લેતા હતા. તેના સંપર્ક પાકિસ્તાનથી ઘણા આતંકી સંગઠનો સાથે છે. વળી, તે ભારતથી હવાલા દ્વારા પણ વિદેશો સુધી રકમ મોકલે છે. અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યુ છે કે મુસ્તફાએ ઘણી વાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી દ્વારા પણ પૈસા વિદેશ સુધી મોકલ્યા છે. ઘણા આવા ચોંકવાનારા ખુલાસા થયા છે જેના માટે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાત BJP ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યુ રાજીનામુ, સરકાર પર લગાવ્યો આરોપઆ પણ વાંચોઃ ગુજરાત BJP ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યુ રાજીનામુ, સરકાર પર લગાવ્યો આરોપ

English summary
IRCTC biggest e-ticket rackets Busted: Railway Police arrested Gulam Mustafa gang- link with terror funding to Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X