યાત્રીગણ ધ્યાન આપો, આજથી ચાલશે આ ટ્રેન, સ્ટેશને પહોંચતા પહેલા આ 10 વાતો જાણી લો
નવી દિલ્હીઃ કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજેથી સ્પેશિયલ યાત્રી ટ્રેન શરૂ થઈ રહી છે. લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થતા પહેલા આજેથી ભારતીય રેલવે કેટલીક ખાસ યાત્રી ટ્રેન ચલાવવા જઈ રહી છે. પહેલા દિવસે 8 ટ્રેનોનું પરિચાલન કરવાાં આશે. આ તમામ ટ્રેન દિલ્હીથી નીકળશે અથવા વિવિધ શહેરો માટે રવાના થશે. જો તમારે પણ આજે આ ટ્રેનમાં સફર કરવાની છે તો આ જાણવું તમારા માટે ખુબ આવશ્યક છે, નહિતર તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

મંગળવારે ચાલશે 8 ટ્રેન
રેલવેએ આજથી શરૂ થતી ટ્રેન માટે ટિકિટોના બુકિંગ 11 મેથી શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં જ 54000 લોકોએ ટિકિટ બુકિંગ કરાવી લીધી. આજે 12 મેના રોજ રેલવે 8 ટ્રેનોને પાટા પર ઉતારશે. આ ટ્રેનોમાં નિમ્નલિખિત ટ્રેન સામેલ છે.
- નવી દિલ્હીથી ડિબ્રૂગઢ સ્પેશિયલ ટ્રેન
- નવી દિલ્હીથી બેંગ્લોર સ્પેશિયલ ટ્રેન
- નવી દિલ્હીથી બિલાસપુર સ્પેશિયલ ટ્રેન
- હાવડાથી નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન
- રાજેન્દ્ર નગરથી દિલ્હી સ્પેશિયલ ટ્રેન
- બેંગ્લોરથી નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન
- મુંબઈ સેન્ટ્રલથી દિલ્હી સ્પેશિયલ ટ્રેન
- અમદાવાદથી નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન

સફર પહેલા આ વાતોનું ધ્યાન રાખો
જો તમે પણ આ ટ્રેનમાં સફર કરીરહ્યા છે તો આ વાતોનો ખ્યાલ જરૂર રાખો. આ સ્પેશિયલ ટ્રેનની યાત્રા કરનાર યાત્રીઓએ 90 મિનિટ પહેલા સ્ટેશન પહોંચવું પડશે.આવું એટલા માટે કે સ્ટેશન પર સ્વાસ્થ્ય તપાસ બાદ જ તમને સ્ટેશન પરિસરમાં પ્રવેશ મળશે.

નવી દિલ્હી પર માત્ર એક એન્ટ્રી
તમામ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી શરૂથશે. યાત્રીઓની એન્ટ્રી માટે માત્ર એક રસ્તો ખોલવામાં આવ્યો છે. તમને નવી દિલ્હી રેલવે સ્ટેશનના પહાડગંજ સાઈડથી પ્રવેશ કરવો પડશે. અજમેરી ગેટ પ્રવેશને બંધ રાખવામાં આવ્યો છે. એવામાં સ્ટેશન પહોંચતા પહેલા તમને આ વાતોની જાણકારી હોવી જરૂરી છે.

દરેક યાત્રી માટે માસ્ક ફરજિયાત
દરેક યાત્રી માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક વિના કોઈપણ યાત્રીને પ્રવેશ નહિ મળે. એવામાં ટ્રેનમાં સફર કરવા અને સ્ટેશને પહોંચતા પહેલા આ વસ્તુઓની તૈયારી કરી લો. નહિતર ટિકિટ હોવા છતાં પણ તમે સફર નહિ કરી શકો.

એસી કોચમાં પણ બેડરોલ નહિ મળે
રેલવેએ તમામ ટ્રેનના ભાડા રાજધાની ટ્રેન બરાબર કરી દીધા છે. તમામ ટ્રેનમાં એસી કોચ છે. ટ્રેન કોચમાં ચાદર કે ધાબળો નહિ મળે. ટ્રેન કોચના પરદ પણ હટાવી દેવામાં આવ્યા છે. એવામાં સફર કરતા પહેલા તમારી સાથે ચાદર રાખી લેવી.

ખાવા માટે પેમેન્ટ કરવું પડશે
ટ્રેનમાં સફર દરમિયાન તમને મા્ર ડબ્બાબંધ ખાનામાં જ સામાન મળશે, જેના માટે તમારે એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે. રેલવેએ સ્પષ્ટ કર્યું કે સ્પેશિયલ ટ્રેનના ભાડામાં ખાવાના પૈસા નથી લેવાયા અને યાત્રીઓએ સફર દરમિયાન માત્ર ડબ્બામાં બંધ ખાવાનુ મળશે. એવામાં સારું રહેશે કે તમે તમારા ઘરનું બનેલું ખાવાનું જ સાથે રાખો.

પાણીની બોટલ નહિ મળે
સફર દરમિયાન તમને પાણીની બોટલ પણ નહિ મળે. રેલવેએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કે ટ્રેનમાં યાત્રીઓને પીવાનું પાણી નહિ મળે જેથી ઘરેથી લાવવું પડશે.

માત્ર કન્ફર્મ ટિકિટ પર સફર કરી શકશો
IRCTCએ સ્પ્ટ કર્યુ કે સ્પેશિયલ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 7 દિવસની જ થશે અને માત્ર કન્ફર્મ ટિકિટ સાથે જતમે ટ્રેનમાં સફર કરી શકશો. જ્યારે ટિકિટ કેન્સલ કરાવવા પર 50 ટક પેનલ્ટી લાગશે. એટલે કે કોઈ કારણસર જો તમે ટ્રેન ટિકિટ કેન્સલ કરો છો તો તમને ટિકિટના 50 ટકા જેટલા રૂપિયા જ પાછા મળશે.

આ વાતોનુ ધ્યાન રાખવું પડશે
યાત્રીઓ ટ્રેન ટિકિટનો ઉપયોગ કર્ફ્યૂ પાસની જેમ કરી શકશે. ટિકિટ દેખાડી તે પોતાના ઘરેથી સ્ટેશન સુધી અને સ્ટેશનેથી પોતાના ઘર સુધી પહોંચી શકશે. જે ટ્રેન શરૂ થઈ રહી છે તેમા માત્ર એસી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચ જ હશે.
યાત્રીઓ જે રાજ્યોમાં જઈ રહ્યા છે તે રાજ્યોના નિયમોનું પાલન કરવું પડશે.
WHOએ ખાનપાન વિશે જારી કરી એડવાઈઝરી, જાણો કુકિંગ અને જમતી વખતે શું ધ્યાન રાખશો