For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના આરોપો પાયાવિહોણા છે: રિલાયન્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mukesh-ambani-look
નવી દિલ્હી, 1 નવેમ્બર: બુધવારે આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ દ્રારા મુકેશ અંબાણી પર લગાવવામાં આવેલા બધા જ આરોપોને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ જાણી જોઇને તેમને બદનામ કરવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી તેમને કોઇ ફાયદો થશે નહી. તેમના પર લગાવવામાં આવેલા બધા આરોપો પાયાવિહોણા છે એક બિઝનેસમેન કેવી રીતે સરકારની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે.

કંપનીના કેજી બેસિન કે ડી-6માં પાણીની અંદરની શોધ માટે રિલાયન્સે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે તેનાથી દેશને ફાયદો થયો છે તેના કારણે ઇંટરનેશનલ લેવર દેશની છાપ મજબૂત બની છે. ત્યારે આવા સમયે આઇએસી દ્રારા લગાવવામાં આરોપો ખોટા છે અને કંપની આ અંગે કોઇ સ્પષ્ટતા આપવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે કે તે પોતાના મોંઘા ગેસને બચાવવા માટે લોકોને બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તેના કારણે સરકારે ઇમાનદાર નેતા જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી હટાવી દિધા. વડાપ્રધાન મનમોહન સિંહ મુકેશ અંબાણીના હાથોની કટપુતળી બની ગયા છે.

English summary
Mukesh Ambani managed huge favours from UPA, NDA governments, says Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X