For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુર્બાની વિવાદ: ઇરફાને કહ્યું હું કોઇ ધર્મગુરુઓથી નથી ડરતો

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાને કુર્બાની નિવેદન પર વધુ ટિપ્પણી કરતા શુક્રવારે કેટલાક અન્ય વિવાદીત ટ્વિટ ફેસબુક પર કર્યા હતા. જે બાદ અનેક લોકોએ તેમની આ ટિપ્પણી પર અણગમો વ્યક્ત કર્યો હતો. અને ઇરફાન ખાનનો વિરોધ કર્યો હતો.

irrfan khan

ઇરફાન ખાને કહ્યું કે તે ધર્મગુરુઓથી નથી ડરતા અને તે ખુદાનો આભાર માની રહ્યા છે કે તે તેવા દેશમાં નથી રહેતા જે ધાર્મિક ઠેકેદારોનું રાજ હોય. સાથે જ તેમણે કહ્યું ભાઇઓ મારી વાતનો ખોટો મતલબ ના નીકાળો. જે લોકો મારા નિવેદનની નરાજ છે તેમને આત્મવિશ્લેષણની જરૂર છે. કે પછી તે ખુબ જલ્દી કોઇ નિર્ણય પર પહોંચી રહ્યા છે.

નોંધનીય છે કે હાલમાં જ આવી રહેલી ઇરફાન ખાનની ફિલ્મ મદારીના પ્રમોશન વખતે ઇરફાન ખાને કહ્યું હતું કે કુર્બાનીનો મતલબ તે નથી કે તમે બકરાની બલિ આપો. જે બાદ વિવાદ થયો હતો. ધર્મગુરુ મુફ્તી અખલાકુર્રહમાન કાસમીએ ઇરફાન પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તે કુરાન વિરોધી છે. જે પર ઇરફાને આવી પ્રતિક્રિયા આપી હતી.

English summary
"Clerics don't scare me. Thank God I don't live in a country governed by religious contractors,"Irrfan Kha tweeted, Amid Row Over Ramzan Comments
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X