For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019માં અમિત શાહ પશ્ચિમ બંગાળની આ બે સીટ પરથી લડી શકે

2019માં અમિત શાહ પશ્ચિમ બંગાળની આ બે સીટ પરથી લડી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શું ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં કોલકાતા ઉત્તર ચૂંટણી ક્ષેત્રથી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે મેદાન બનાવવાની યોજના બનાવી રહ્યો છે?આનંદ બાજાર પત્રિકાના એક રિપોર્ટ મુજબ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભગવા પાર્ટી કોલકાતા ઉત્તર નિર્વાચન ક્ષેત્રથી પોતાના હેવીવેટ અધ્યક્ષને ચૂંટણી લડાવી શકે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાથી ચૂંટણી લડી શકે છે. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછી 22 સીટ જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.

અમિત શાહ અહીંથી લડી શકે ચૂંટણી

અમિત શાહ અહીંથી લડી શકે ચૂંટણી

માનવામાં આવી રહ્યું છે કે અણિત શાહ ઉત્તર કોલકાતા, હાવડા અથવા આસનસોલમાંથી કોઈ એક સીટ પર ચૂંટણી લડી શકે છે. આસનસોલ એક સુરક્ષિત સીટ છે કેમ કે અહીંથી પહેલી વાર જ ચૂંટણી લડી ગાયકથી નેતા બનેલ બાબુલ સુપ્રિયોએ 2014 લોકસભા ચૂંટણીમાં પણ જીત હાંસલ કરી હતી. ભાજપ આજે પણ આ લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે. ભાજપ બે પૂર્વી રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા પર નજર નાખી રહી છે, જે એક સાથે લોકસભામાં 63 સાંસદો મોકલે છે. 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 42માંથી માત્ર બે સીટ અને ઓરિસ્સામાં 21માંથી એક સીટ જીતી હતી.

ભાજપની નજર ડબલ સ્ટ્રાઈક પર

ભાજપની નજર ડબલ સ્ટ્રાઈક પર

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ આ બંને રાજ્યોથી પોતાના બે મુખ્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. અટકળો છે કે મોદી ઓરિસ્સામાં પુરીથી ચૂંટણી લડી શકે છે. કેમ કે તટીય શહેરમાં લોકસભા ચૂંટણીના સમયે જ વિધાનસભા ચૂંટણી પણ થનાર છે માટે તેમની નજર ડબલ સ્ટ્રાઈક પર છે.

ભાજપને આ વિસ્તારથી છે વધુ અપેક્ષા

ભાજપને આ વિસ્તારથી છે વધુ અપેક્ષા

અમિત શાહ માટે પશ્ચિમ બંગાળમાં બે સીટ પસંદ કરવામાં આવી છે જેમાંની એક આસનસોલ છે. પાછલી ચૂંટણીમાં ભાજપે અહીં પર સારું પ્રદર્શન કર્યુ્ં હતું. જ્યાં ભાજપને 17 ટકા વોટ શેર મળ્યો હતો. ભાજપનું માનવું છે કે જો અમિત શાહ અહીંથી ચૂંટણી લડે છે તો વોટિંગ શેરમાં વધારો થશે. જો વાત ઉત્તર કોલકાતાની કરીએ તો અહીં પર મોટી સંખ્યામાં બંગાળી ન હોય તેવી જનતા રહે છે, અને 2014 ચૂંટણીમાં ભાજપે અહીં સારું પ્રદર્શન કર્યું હતું. આ હિસાબે અહીં ફરીથી સારું પ્રદર્શન કરવાની ભાજપને અપેક્ષા છે.

ઉત્તર કોલકાતામાં જીતના અણસાર

ઉત્તર કોલકાતામાં જીતના અણસાર

2009માં ટીએમસી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારને કોલકાતાના ઉત્તરી ચૂંટણી ક્ષેત્રમાં 52.4 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભાજપ માત્ર ચાર ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાન પર રહ્યો હતો. સીપીઆઈ 40 ટકા વોટ શેર સાથે બીજા નંબરે અને વિજેતા ઉમેદવારે પોતાના હરીફને 1.09 લાખ વોટથી માત આપી હતી. ભાજપના ઉમેદવારને માત્ર 37,044 મત જ મળ્યાં હતાં.

આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?

English summary
Is BJP thinking of fielding Amit Shah from Kolkata constituency in 2019?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X