ગાંધીનગર, 2 મે : નરેન્દ્ર મોદીના કાર્યાલયે પ્રિયંકા ગાંધીને બેટી કહેવા મુદ્દે ઉભા થયેલા વિવાદના જવાબમાં દૂરદર્શનને આપેલી મુલાકાતનો ઓરિજીનલ વિડિયો પ્રસારિત કરવો પડ્યો છે. પ્રશ્ન એ છે કે શા માટે ટીવી મીડિયાએ દૂરદર્શન સાથેના નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂના ખોટા અહેવાલ આપ્યા છે?
અત્યાર સુધી મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકાને પોતાની દીકરી જેવા કહ્યાં છે. આ બાબતની સ્પષ્ટતા નરેન્દ્ર મોદીના કાર્યાલયે કરવી પડી છે. જેમાં નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂના ખોટો અહેવાલ આપવામાં આવ્યા છે.
આ વીડિયો એ ઇન્ટરવ્યુનો ભાગ છે, જેને દૂરદર્શન પર દર્શાવવામાં આવ્યો નહોતો. આ વીડિયોમાં નરેન્દ્ર મોદીને પ્રિયંકાને દિકરી જેવી કહેતા દર્શાવવામાં આવ્યા નથી.
દૂરદર્શનને શા માટે નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂમાંથી પ્રિયંકા અને અહેમદ પટેલ અંગેની વાતો એડિટ કરી અને તેનું પ્રસારણ ના કર્યું તેવા પ્રશ્નો ઉઠાવીને ભાજપે પ્રસાર ભારતીની નીયત પર શંકા વ્યક્ત કરી છે. લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ કરીને કોને લાભ મળવાનો છે તે સમય કહી બતાવશે.
આ સમગ્ર પ્રકરણ મુદ્દે મોદીના કાર્યાલયની સ્પષ્ટતા અને ઉભા થઇ રહેલા પ્રશ્નો આ મુજબ છે...

મોદીનું કાર્યાલય રાતથી જ સક્રિય
ગુરુવારે રાત્રે મોદીની ગાંધીનગર સ્થિત ચૂંટણી ઓફિસ ખાતેથી આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો છેકે, મોદીએ પ્રિયંકાને પોતાની દિકરી જેવી કહી જ નથી.

નરેન્દ્ર મોદીના પ્રિયંકા અંગે આ શબ્દો હતા...
નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા અંગે કહ્યું હતું કે 'હું આ વાતોને ગંભીરતાથી નથી લેતો, કારણ કે કોઇપણ દિકરી પોતાની માતા અને ભાઇ માટે કઇ પણ કહેશે. મને લાગે છેકે એટલી તક તો આપણે તેમને દેવી જોઇએ. હું વિચારું છું કે એક દિકરી પોતાના માતા અને ભાઇ માટે તો પ્રચાર કરશે જ. એક દિકરીના નાતે એ અંગે હું ખોટું નહીં લગાડું. આના કરતા પણ વધારે ગાળો આપશે તો પણ મને ખોટું નહીં લાગે, કારણ કે એક દિકરી માતા માટે આટલું તો કરશે જ અને તેમને એટલો હક તો આપવો જોઇએ.'

મોદીએ કહ્યું પ્રિયંકાના પ્રહારો સહન કરીશ
નરેન્દ્ર મોદીના કાર્યાલયે સ્પષ્ટતા કરીને જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા કે 'એક દિકરી પોતાની માતા અને ભાઇનો પ્રચાર તો કરશે જ. પ્રિયંકા જેટલા પ્રહારો કરવા માગે તેટલા કરી શકે છે, હું કોઇ જવાબ આપશે નહીં.'

અહેમદ પટેલનો મુદ્દો પણ કેમ એડિટ થયો?
દૂરદર્શને કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ અંગે નરેન્દ્ર મોદીએ કરેલી મિત્રતાની વાત શા માટે એડિટ કરવામાં આવે તે પણ પ્રશ્ન છે.

મોદીના ઇન્ટરવ્યૂ પર સેન્સરશિપ કોંગ્રેસ પ્રેરિત?
દૂરદર્શને શા માટે નરેન્દ્ર મોદીનો આખો/અનએડિટેડ ઇન્ટરવ્યૂ પ્રસારિત ના કર્યો? આ પાછળ કોંગ્રેસનો હાથ છે? શું કોંગ્રેસે જ ઇરાદાપૂર્વક આ ભાગ કઢાવી નાખ્યો હશે?

ઉતાવળિયા ટીવી રિપોટર્સ
ઇન્ટરવ્યૂ અંગે ટીવી એન્કરને વાસ્તવિકતા જાણ્વા વિના શા માટે તારણ પર આવી ગયા અને પ્રિયંકા ગાંધીને તે અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા? શું તેઓ બંનેની ઇમેજને નુકસાન પહોંચાડવા માંગે છે.

પ્રિયંકા હવે શું પ્રતિક્રિયા આપશે?
હવે જ્યારે સત્ય બહાર આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકાને દીકરી જેવા કહ્યા નથી ત્યારે પ્રિયંકા ગાંધી એ ટીવી એન્કરની સામે કોઇ પગલાં લેશે ? જેણે પ્રિયંકાને આ મુદ્દે પૂછ્યું હતું કે આપ શું કહેવા માંગો છો?

સમગ્ર બેદરકારીનું પ્રકરણ શું સૂચવે છે?
નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવા અંગે દૂરદર્શન અને ત્યાર બાદ અન્ય ટીવી ચેનલ્સે દાખવેલી બેદરકારી શું એમ સૂચવે છે કે તેઓ નરેન્દ્ર મોદીને ઇચ્છતા નથી?
વિડિયો યુટ્યુબ પર પ્રસારિત
મોદીની કોર ટીમ તરફથી દૂરદર્શનને આપવામાં આવેલો આખો ઇન્ટરવ્યુ અધિકૃત યૂટ્યુબ ચેનલ પર પ્રસારિત કરી દીધો છે. આખો ઇન્ટરવ્યુ અહી પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
મોદીનું કાર્યાલય રાતથી જ સક્રિય
ગુરુવારે રાત્રે મોદીની ગાંધીનગર સ્થિત ચૂંટણી ઓફિસ ખાતેથી આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો છેકે, મોદીએ પ્રિયંકાને પોતાની દિકરી જેવી કહી જ નથી.
નરેન્દ્ર મોદીના શબ્દો આ હતા...
નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા અંગે કહ્યું હતું કે 'હું આ વાતોને ગંભીરતાથી નથી લેતો, કારણ કે કોઇપણ દિકરી પોતાની માતા અને ભાઇ માટે કઇ પણ કહેશે. મને લાગે છેકે એટલી તક તો આપણે તેમને દેવી જોઇએ. હું વિચારું છું કે એક દિકરી પોતાના માતા અને ભાઇ માટે તો પ્રચાર કરશે જ. એક દિકરીના નાતે એ અંગે હું ખોટું નહીં લગાડું. આના કરતા પણ વધારે ગાળો આપશે તો પણ મને ખોટું નહીં લાગે, કારણ કે એક દિકરી માતા માટે આટલું તો કરશે જ અને તેમને એટલો હક તો આપવો જોઇએ.'
પ્રિયંકાના પ્રહારો સહન કરીશ
નરેન્દ્ર મોદીના કાર્યાલયે સ્પષ્ટતા કરીને જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા કે 'એક દિકરી પોતાની માતા અને ભાઇનો પ્રચાર તો કરશે જ. પ્રિયંકા જેટલા પ્રહારો કરવા માગે તેટલા કરી શકે છે, હું કોઇ જવાબ આપશે નહીં.'
અહેમદ પટેલનો મુદ્દો પણ કેમ એડિટ થયો?
દૂરદર્શને કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ અંગે નરેન્દ્ર મોદીએ કરેલી મિત્રતાની વાત શા માટે એડિટ કરવામાં આવે તે પણ પ્રશ્ન છે.
મોદીના ઇન્ટરવ્યૂ પર સેન્સરશિપ કોંગ્રેસ પ્રેરિત?
દૂરદર્શને શા માટે નરેન્દ્ર મોદીનો આખો/અનએડિટેડ ઇન્ટરવ્યૂ પ્રસારિત ના કર્યો? આ પાછળ કોંગ્રેસનો હાથ છે?