• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનું આ ધરતી પરથી ખતમ થઈ રહ્યું છે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે તમે વિચાર્યું હતું કે સોનું આવતું ક્યાથી હશે, અને શું તેનો સપ્લાય હંમેશાં ચાલુ રહેશે કે ક્યારેક ખતમ પણ થઈ જશે?

ગત મહિને સોનાની કિંમતમાં રૅકૉર્ડ વધારો નોંધાયો. સોનાની કિંમત 2000 ડૉલર (અંદાજે 1,60,000 રૂપિયા) પ્રત્યેક અંશ થઈ ગઈ.

કિંમતો વધવામાં સોનાના વેપારીઓનો હાથ હતો, પરંતુ આની સાથે જ હવે સોનાના સપ્લાયને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું સોનાનો સપ્લાય પૂર્ણ થઈ જશે?

સોનાની ખરીદી રોકાણ માટે, સ્ટેટસ સિમ્બૉલ તરીકે અને અનેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવા થાય છે.


પીક ગોલ્ડ

જાણકારો 'પીક ગોલ્ડ'ના કૉન્સેપ્ટની વાત કરે છે. ગત એક વર્ષમાં લોકોએ પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે સોનું કાઢી લીધું છે. અનેક જાણકારોને લાગે છે કે તે પીક ગોલ્ડ સુધી પહોંચી ચૂક્યા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે 2019માં સોનાનું કુલ ઉત્પાદન 3531 ટન હતું, જે 2018ની સરખામણીએ એક ટકા ઓછું છે. વર્ષ 2008 પછી પહેલી વખત ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રવક્તા હૅના બ્રેડસ્ટેટર કહે છે, "ખાણમાંથી મળતા સોનાના સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે અને આવનારાં કેટલાંક વર્ષોમાં તેમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે હાલ જે ખાણ છે તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને નવી ખાણ મળી રહી નથી, પરંતુ એ કહેવું કે સોનાનું ઉત્પાદન પોતાની પીક પર પહોંચી ગયું છે, તે ઉતાવળ હશે."

જાણકારોના મતે જો 'પીક ગોલ્ડ' આવે છે, તો એવું નથી થવાનું કે થોડાક જ સમયમાં સોનાનું પ્રોડક્શન બહુ ઓછું થઈ જશે. આ ઘટાડો ધીમે-ધીમે આવનારા કેટલાં દશકાઓમાં આવશે.

મેટ્લ્સડેલી.કૉમના રૉસ નૉર્મન કહે છે, "માઇનનું પ્રોડક્શન સ્થિર થઈ ગયું છે, આમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ બહુ ઝડપી નહીં."

તો કેટલું સોનું બચ્યું છે?

માઇનિંગ કંપનીઓ જમીનની અંદર સહેલાં સોનાનું પ્રમાણ માપવા માટે બે રીતે અનુમાન કરી શકે છે.

  • રિઝર્વ - સોનું જેને કાઢવું ફાયદાકારક છે.
  • રિસોર્સ - તે સોનું, જે ભવિષ્યમાં કાઢવું ફાયદાકારક હશે અથવા પછી કાઢવા માટે વધારે કિંમત આપવી પડશે.

અમેરિકાના જિયોલૉજિકલ સર્વે પ્રમાણે ગોલ્ડ રિઝર્વ પણ 50 હજાર ટન છે. હાલ સુધી 1,90,000 ટન ગોલ્ડ માઇનિંગ કરી લેવામાં આવ્યું છે.

કેટલાક આંકડા પ્રમાણે 20 ટકા સોનાને કાઢવાનું ખાણકામ હજુ બાકી છે. પરંતુ આંકડા બદલાતા રહે છે. નવી ટેકનૉલૉજીની મદદથી કેટલાક નવા રિઝર્વ સાથે જોડાયેલી જાણકારી પણ મળી શકે છે, જેના સુધી પહોંચવું હાલ ફાયદાકારક નથી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ માઇનિંગ અને બિગ ડેટા જેવી ટેકનૉલૉજીની મદદથી ઓછી કરી શકાય છે. અનેક જગ્યાએ રૉબોટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાની વિટવૉટ્રરૈંડ દુનિયામાં સોનાનો સૌથી મોટો સ્ત્રોત છે. દુનિયાનું 30 ટકા સોનું અહીંથી આવે છે.

ચીન સૌથી વધારે ખોદકામ કરે છે. કૅનેડા, રશિયા અને પેરૂ પણ મોટા ઉત્પાદક છે.

સોનાની નવી ખાણોની શોધખોળ ચાલુ છે, પરંતુ મોટા પ્રમાણમાં મળી રહે એટલા માટે ભવિષ્યમાં પણ જૂની ખાણો પર વધારે આધાર રાખવો પડશે.

મોટા પ્રમાણમાં ખાણકામ કરવું ઘણું અઘરું છે, મોટાં મશીન અને કારીગર આવશ્યક હોય છે.

નૉર્મન કહે છે, "ખાણકામ મુશ્કેલ થતું જઈ રહ્યું છે, અનેક મોટી ખાણ, જ્યાં ખાણકામ ફાયદાકારક છે, જેમ કે દક્ષિણ આફ્રિકામાં છે, હવે ત્યાં પૂર્ણ થવા આવી રહ્યું છે. "

ચીનની સોનાની ખાણ નાની છે માટે મોંઘી પણ છે.

હાલ બહુ ઓછા વિસ્તાર છે, જ્યાં સોનું હોવાની આશા છે પરંતુ ખાણકામ કરવામાં આવ્યું છે, આમાંથી કેટલાક એવા વિસ્તારો છે, જ્યાં અનિશ્ચિતતા બની રહે છે, જેમ કે આફ્રિકાના પશ્ચિમના વિસ્તારોમાં.

એક ખોદકામમાંથી નીકળ્યું 1.89 કરોડ રૂપિયાનું સોનું

ઑગસ્ટ મહિનામાં સોનાની કિંમત ઊંચે ગઈ હતી, પરંતુ આનો અર્થ એ નથી કે સોનાના ખોદકામમાં ઝડપ આવી જશે.

સોનાના પ્રોડક્શનની અસર સામાન્ય રીતે તેની કિંમત પર પડતી નથી.

બ્રેડસ્ટેટર કહે છે, "એટલા મોટા પ્રમાણમાં કામ થતું હોય છે કે કિંમતો પર તરત અસર પડતી નથી."

આ સિવાય એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે કોરોના વાઇરસના કારણે ખાણકામ પર પણ અસર પડી છે, અનેક ખાણ બંધ છે. કિંમત વધવા પાછળ મહામારીનો હાથ છે.

ધરતી પર કેટલું સોનું બચ્યું છે, આનો અંદાજ લગાવવો તો મુશ્કેલ છે. પરંતુ સોનું ચંદ્ર પર પણ છે. પરંતુ ત્યાંથી સોનું કાઢવું અને ત્યાંથી લાવવું ખૂબ જ મોંઘું પડશે.

અંતરિક્ષના જાણકાર સિનેડ ઓ સુલીવન કહે છે, "ત્યાં સોનું છે પણ ત્યાંથી લાવું ફાયદાકારક નથી. "

"આ સિવાય એન્ટાર્કટિકામાં પણ સોનું હયાત હોવાની જાણકારી છે. સોનું દરિયાની નીચે છે, પરંતુ ત્યાંથી કાઢવું પણ સસ્તું નથી."

પરંતુ સોનાની સાથે એક સાચી વાત પણ છે. આને રિસાયકલ કરી શકાય છે. વીજળીથી ચાલતી અનેક પ્રોડક્ટ્સમાં સોનાનો ઉપયોગ થાય છે. એક ફોનમાં ઉપયોગમાં લેવામાં આવતા સોનાની કિંમત પણ અનેક પાઉન્ડ હોઈ શકે છે.

આમાંથી પણ સોનું કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલા માટે સોનાની ખાણો સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં થાય.


https://www.youtube.com/watch?v=6PGnuIWUNJ4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Is gold running out of this earth?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X