• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેવાનિયતના ખાતમા માટે ફાંસી જ એકમાત્ર ઉકેલ?

By Super
|

રેપ કેપિટલ ઓફ ઇન્ડિયા કે પછી ક્રાઇમ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા બનેલા દિલ્હીમાં બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યાં છે. રવિવારે સાઉથ દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થિની પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. યુવતી પર એ હદે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે કે તેનું બચવું મુશ્કેલ હોવાનું તબીબોનું માનવું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશભરમાં હેવાનિયતના આ જધન્ય કૃત્ય સામે લોકોમાં પ્રકોપની જ્વાળા જાગી છે અને બધાનો એક જ સૂર છે કે હવસખોરોને ફાંસીની સજા આપવામાં આવે. લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બન્ને સદનમાં આપણા નેતાઓ દ્વારા આ નિંદનીય અને દેશને શર્મસાર કરનારા કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી. સુષમા સ્વરાજ સહિતના નેતાઓ દ્વારા આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જ્યારે જયા બચ્ચન દ્વારા એવી સજાની માંગ કરવામાં આવી છે કે જેનાથી અન્ય કોઇ પણ બળાત્કાર જેવો ગંભીર ગુન્હો કરતા વિચારે. પણ શું આરોપીઓને ફાંસી આપવા માત્રથી દેશમાં વધી રહેલાં બળાત્કારના ગુન્હાને રોકી શકાશે ખરો? આજે વિશ્વ શક્તિ બનવા તરફ આગળ વધી રહેલા હિન્દુસ્તાનમાં આ પ્રશ્ન સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

રવિવારે રાત્રીના સમયે સુમસામ બની ગયેલી રાજધાની દિલ્હીમાં એક યુવતી પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઇને બસમાં બેઠી, જ્યાં તેની સાથે છેડતી, મારપીટ અને બળાત્કાર ગુજારવામાં આવ્યો, 40 મીનિટ સુધીના આ અત્યાચારે યુવતીને જીવન-મરણ વચ્ચે જોલા ખાતી કરી મુકી છે. સફદારગંજની જે હોસ્પિટલમાં એ યુવતીની સારવાર કરવામાં આવી રહી છે, ત્યાંના તબીબોનું કહેવું છે કે, આનાથી વધુ હેવાનિયત ભરેલો બળાત્કારનો કેસ તેમણે ક્યારેય જોયો નથી. બીજી તરફ દિલ્હી સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા આરોપીને સજા ફટકારવા માટે ખાસ કમીટિની રચના કરવામાં આવી છે, તેમજ યુવતીને સારામા સારી સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરાવાઇ રહી છે. બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ કરનારાઓ બેખૌફ છે. દિલ્હી જેવા મેટ્રો શહેરમાં દર 40 મીનિટે એક બળત્કાર અને દર 25 મીનિટે યુવતીની છેડતીના કિસ્સા બની રહ્યાં છે, આ તો માત્ર દિલ્હી છે કે જ્યાંના આંકડા એચઓમ દ્વારા જણાવવામાં આવ્યા છે, પંરતુ ભારતના અન્ય શહેરોમાં પણ બળાત્કાર અને છેડતીના કિસ્સા મોટી માત્રામાં બનતા હશે, જે એટલા બહાર આવી રહ્યાં નથી, જે એ વાતને પુરવાર કરે છે કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી, તેમના માટે કોઇ ખાસ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી કે પછી ભારતીય કાયદાઓ એટલા મજબૂત નથી, ફાંસીની સજાનો ગુન્હો કરનારાઓમાં કોઇ ખૌફ નથી.

બળાત્કાર અંગે રાજનેતાઓના નિવેદન

સોનિયા ગાંધીઃ આ એક અત્યંત શરમજનક ઘટના છે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. શક્ય તેટલા કડક પગલાં ભરવા સૂચન કર્યું છે, જેથી દેશમાં આવી ઘટના પુનઃ ના થાય.

સુષમા સ્વરાજઃ આવા મામલાઓમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી જોઇએ. 23 વર્ષીય યુવતીની હાલત નાજુક છે અને જો તે બચી જશે તો પણ તે જીવનભર એક જીવીત લાસ બનીને રહી જશે.

જયા બચ્ચનઃ જયા બચ્ચન દ્વારા એવી સજાની માંગ કરવામાં આવી છે કે જેનાથી અન્ય કોઇ પણ બળાત્કાર જેવો ગંભીર ગુન્હો કરતા વિચારે.

સ્મૃતિ ઇરાનીઃ બળાત્કાર માત્ર એક વિદ્યાર્થિની સાથે નથી થયો, પરંતુ દરેક મહિલા, કોઇની માતા, કોઇની બહેન કે પછી કોઇની દિકરી સાથે થયો છે. બળાત્કાર માતૃત્વનો થયો છે. તેના વિરોધ માટે મહિલા સાંસદ નહીં પરંતુ પુરુષ સાંસદ પણ આવે.

મીરા કુમારઃ આ ઘટનાએ શરમજનક છે, સરકાર આ મામલે તત્કાલ પગલા ભરે.

કમલનાથઃ આ મામલે આકરામાં આકરા પગલાં ભરવામાં આવે.

ગિરિજા વ્યાસઃ મહિલાઓ સાથેની જાતિય સતામણી રોકવા માટે સદનમાં એક વિધેયક દાખલ થાય અને રાજ્યોમાં આવા મામલાઓમાં તત્કાલ ન્યાય માટે ત્વરિત અદાલતની રચના કરવામાં આવે.

દેશભરમાં એક જ માંગ આરોપીઓને ફાંસી

સામુહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ન્યાય અપાવવા માટે આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઇ સહિતના મેટ્રો શહેરોમાં લોકો એકઠા થઇ રહ્યાં છે. સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓની સુરક્ષાને લઇને અને પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાંછે. દિલ્હીમાં જે ઘટના ઘટી તેવી ઘટના દેશના અન્ય ક્યાંય ના થાય તે માટે બળાત્કાર ગુજારનારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી નક્કર માંગ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં 40 મીનિટે એક બળાત્કાર

વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ (એસોચૈમ)ની સામાજિક વિકાસ સંસ્થા તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં દર 40 મિનિટે એક મહિલાનું અપહરણ અને બળાત્કાર થાય છે. આ ઉપરાંત શહેરના માર્ગો પર દર કલાકે એક મહિલાનું શારિરીક શોષણની ફરિયાદ થાય ચે અને દર 25 મિનિટે એક છેડતીની ઘટના બને છે. એસોચૈમના રિપોર્ટે દેશની રાજધાની દિલ્હીમાં સ્ત્રીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડી દિધી છે.

મેટ્રો સિટીમાં મહિલાઓ અસુરક્ષિત

2003માં અમદાવાદમાં ન્યુ યરની પાર્ટી દરમિયાન બીજલ જોશી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ જધન્ય કૃત્ય બાદ બીજલે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પર દેશ શર્મસાર થયો હતો, પરંતુ આરોપીઓને જન્મટીપની સજા ફટકારવામાં આવી. એ ઘટનાને આજે 9 વર્ષ જેવું થઇ ગયું છે. ત્યારે પણ એવું લાગતું હતું કે હવે દેશમાં મહિલાઓ પરના અત્યાચાર ઓછા થશે પરંતુ વધ્યા છે. સુરતમાં સવારે ટ્યૂશન જતી વિદ્યાર્થિની પર સામુહિક બળાત્કાર ગુજારાયો હતો, આસામમાં એક યુવતીની રાત્રે સરાજાહેર છેડતી કરવામાં આવી હતી. કેરાલામાં પણ એક સગિરા સાથે બે વર્ષથી શોષણ થતું હોવાની વાત બહાર આવી. આજે દેશના કોઇપણ ખુણામાં જઇએ મહિલાઓ અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. એક સર્વેક્ષણમાં દિલ્હીમાં 92 ટકા, બેંગ્લોરમાં 85 ટકા, કોલકતામાં 81 અને હૈદરાબાદમાં 18 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યો છે કે તેઓ માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે.

મોડી રાત સુધી કામ કરવું આજના સમયની જરૂરિયાત હોય 92 ટકા મહિલાઓએ મહિલા વિરુદ્ધના ગુન્હામઓને ગેરજમાનતી શ્રેણીમાં મુકવામાં આવે અને કેસના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. તો ક્યાંક ફાંસીની સજાની માંગો પણ કરવામાં આવી રહી છે, પરંતુ શું ખરેખર ફાંસી કે પછી આજીવન કેદથી આવા ગુન્હાઓને રોકી શકાશે ખરા?

English summary
gangrape in delhi, all country wants death penalty to accused but is hanging final solution to stop rape case?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more