• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શા માટે આતંકી હુમલાઓ પર શોક જ વ્યક્ત કરે છે?

|

બેંગ્લોર, 16 માર્ચઃ પહેલા હૈદરાબાદમાં બે વિસ્ફોટ અને પછી શ્રીનગરમાં એક પોલીસ પબ્લિક સ્કૂલ પર હુમલો. સરકાર દ્વારા એક જેવી પ્રક્રિયા અને કોઇ પણ મજબૂત પગલાં ભરવામાં આવ્યા નથી. શું તેનાથી એવું નથી લાગતુ કે સરકારે આતંકી હુમલાઓને લઇને એવું વિચારી લીધું છે કે હુમલાને રોકી શકાય તેમ નથી. દરેક હુમલા બાદ કેન્દ્ર સરકારે નેતાઓના નિવેદન પણ એકસમાન લાગે છે. આતંકી વારદાત બાદ તેમના દ્વારા સીબીઆઇ તપાસની માંગ કરવી પણ એક ફેશન જેવું બની ગયું છે.

શ્રીનગરની સ્કૂલમાં થયેલા હુમલાઓની જવાબદારી હિજબુલ મુજાહિદ્દીને લીધી છે. જણાવવામાં આવ્યું છે કે, ગત 15 ફેબ્રુઆરીએ ગુલામ કાશ્મિર રાજધાની મુજફ્ફરાબાદમાં થયેલા અલગાવવાદી સંગઠનોના નેતા, આતંકી સંગઠનોના નેતા અને આઇએસઆઇના મોટા અધિકારી વચ્ચે બેઠક થઇ હતી. જેમાં આતંકીઓએ ભારતના મુખ્ય શહેરો અને પ્રદેશોને નિશાન બનાવવાની વાત કરી હતી, જેમાં દિલ્હી, મુંબઇ, કોલકતા, ગુજરાત, બેંગ્લોર, આંધ્ર પ્રદેશ અને યુપી છે.

manmohan-singh
આ ઘણી જ અફસોસજનક વાત છે કે સરકાર આ હુમલાઓને રોકવા માટે હજુ સુધી આતંકવાદ વિરોધી કોઇ અસરકારક રણનીતિ નથી બનાવી શકી. તેવામાં પ્રશ્ન એ ઉઠે છે કે શું દેશના નેતાઓ માટે રાજનીતિ કરવી એકમાત્ર હેતુ છે. દેશની સુરક્ષા અને સંપ્રભુતાનું તેમના માટે કોઇ મહત્વ નથી. જેના પરિણામ સ્વરૂપ સામાન્ય જનતાએ મનમાં આ જ પ્રશ્ન વારંવાર આવે છે કે આતંકી હુમલાઓને ભારત સરકારે ક્યારે ગંભીરતાથી લેશે.

આતંકી હુમલાઓ અંગે સરકાર શું વિચારે છે તેનો અંદાજો પણ એ વાતથી લગાવી શકાય છે કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંદીએ 2011માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં કહ્યું હતું કે દર વખતે હુમલાઓ રોકી શકાય તેમ નથી, જો ગત 10 વર્ષોની વાત કરીએ તો અત્યાર સુધી 40થી પણ વધારે આતંકી હુમલાઓ થયા છે. સાચું એ છે કે આ બધું રોકવું ઘણું જ અધરું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવીને આ ઘટનાઓને ઓછી કરી શકાય છે, કારણ કે, આટલી મોટી સંખ્યામાં થનારા આતંકી હુમલાઓ સરકારની ઇચ્છાશક્તિ સામે પણ પ્રશ્નો ખડા કરે છે. આ સંબંધમાં ભારત સરકારે અમેરિકા પાસેથી શિખ લઇ શકે છે, જ્યાં 9/11ની ઘટના પછી કોઇ આતંકી હુમલો થયો નથી.

તાજેતરમાં સંસદ પર હુમલાના આરોપી અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ સંવદેનશીલતાને જોતા દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી કરવાની જરૂર હતી. જેનાથી થનારી દુર્ઘટનાઓ પર નજર રાખી શકાય અને તેને રોકવાનો પ્રયત્ન કરી શકાય.

English summary
After Hyderabad blast and Srinagar attack, many questions are arising about internal security. But one relevent question is that, is Indian government taking these incidents seriously.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more