For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શું બળાત્કાર રોકવા ગૃહમંત્રી શિંદેની જવાબાદરી છે?'

By Super
|
Google Oneindia Gujarati News

sriprakash-jaiswal
નવી દિલ્હી, 24 એપ્રિલઃ દેશમાં વધતા બળાત્કારના કિસ્સાઓ પર કેન્દ્રિય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, શું બળાત્કાર રોકવા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની જવાબદારી છે? સાથે જ તેમણે કહ્યું છે કે, ગૃહમંત્રીની જવાબદારી માત્ર પોલીસને એક્ટિવ રાખવાની હોય છે.

તેમણે કહ્યું કે, વિપક્ષ દ્વારા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના રાજીનામાની માંગને યોગ્ય ગણાવી શકાય નહીં. સુશીલ કુમારનું કામ દેશની પોલીસને વધુને વધુ એક્ટિવ રાખવાનું છે. પરંતુ વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં છે.

દિલ્હીના ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળકી 'ગુડિયા' સાથે બળાત્કારના મામલે લોકસભામાં સુશીલ કુમાર શિંદેએ પણ બેજવાબદાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બળાત્કારની ઘટનાઓ દેશના અન્ય રાજ્યોમાં પણ થાય છે. નેતાઓ દ્વારા આ પ્રકારના બેજવાબદારભર્યા નિવેદન કરવા એ નવી વાત નથી. નોંધનીય છે કે, પાંચ વર્ષિય બાળકી પર ગત 15 એપ્રિલએ પૂર્વિય દિલ્હીના ગાંધીનગર સ્થિત એક મકાનમાં બળાત્કારની ઘટના બાદ દેશભરમાં લોકોએ પ્રદર્શન કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ મામલાને લઇને સંસદમાં જોરદાર હંગામો મચ્યો હતો.

English summary
Coal Minister Sriprakash Jaiswal on Wednesday asked whether it was the responsibility of Home Minister Sushilkumar Shinde to stop rapes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X