• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડેવિડ હેડલીની કબૂલાત, ઇશરત આતંકવાદી હતી : ગુજરાત પોલીસને હાશ

|
ishrat-jahan
નવી દિલ્હી, 19 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતની પોલીસને મોટી રાહત આપે એવા સમાચાર એ છે કે અમેરિકામાં પકડાયેલા ત્રાસવાદી ડેવીડ હેડલીએ કબુલ્યું છે કે ગુજરાતમાં નકલી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલી છોકરી (ઈશરત જહાં) ફિદાઈન (આત્મઘાતી બોમ્બર) હતી.

હાલ સીબીઆઇ જેની તપાસ કરી રહી છે તેવા ઇશરત જહાં કેસમાં ગુજરાત પોલીસની રજૂઆતને સમર્થન મળે એવા અમેરિકામાં જન્મેલા લશ્કર એ તોયબાના ત્રાસવાદી ડેવીડ હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ સમક્ષ એવો દાવો કર્યો છે કે અમદાવાદમાં એક પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસના હાથે ઠાર મરાયેલી મુંબઈ નજીકના મુંબ્રાની રહેવાસી ઈશરત જહાં લશ્કર એ તૈબાની આત્મઘાતી બોમ્બર હતી.

સત્તાવાર વર્તુળોએ કહ્યું છે કે એનઆઈએના ચાર અધિકારીઓની ટૂકડી અમેરિકાના શિકાગોમાં આવી હતી ત્યારે હેડલીએ તેમને આ માહિતી આપી હતી. ઈશરતનાં મૃત્યુએ મોટો વિવાદ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈશરતને 2004ની 15 જૂને જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ તથા બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશન જોહર અબ્દુલ ઘની સાથે ઠાર મારવામાં આવી હતી.

આ એન્કાઉન્ટર અંગે પોલીસના રેકોર્ડ્સ મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટૂકડીએ તેમનો એક કારમાં પીછો કર્યો હતો. તેમણે પોલીસ ટૂકડી પર ગોળીબાર કર્યો તે પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું અને તેમાં પોલીસોએ એ ચારેય જણને ઠાર માર્યા હતા.બીજી તરફ ઈશરતની માતા શમીમા કૌસરે ગુજરાત હાઈ કોર્ટમાં કરેલી પીટિશનમાં દાવો કર્યો છે કે તેમની પુત્રી જાવેદ શેખના પરફ્યૂમના બિઝનેસમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી.

English summary
Ishrat was terrorist : David Headley confirmed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more