For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS ટ્વીટર કેસ અપડેટ : @shamiwitness પાછો આવ્યો? પોલીસ મૈસૂર લિંક શોધશે

|
Google Oneindia Gujarati News

બેંગાલુરુ, 14 ડિસેમ્બર : ISIS ટ્વીટર હેન્ડલ @shamiwitness કેસમાં એક નવો વળાંક આવ્યો છે. @shamiwitness હેન્ડલનું સંચાલન કરતા મેંહદી મસરૂર બિસ્વાસની ધરપકડ બાદ પોલીસને ધમકીભર્યો ફોન મળ્યો હતો. આ ફોન કોલ્સ મૈસૂર શહેરના નંબરથી આવ્યો હોવાથી બેંગલોર પોલીસ ફોર્સ (સીસીબી) દ્વારા મૈસુરમાં કડી શોધવાની કામગીરી શરૂ કરી છે. આ સંદર્ભમાં પોલીસે દાવો કર્યો છે કે તેણે આ કેસ સંદર્ભમાં મૈસુર શહેરની એકથી વધારે વખતવાર મુલાકાત લીધી છે.

આ કેસમાં અન્ય કેવા વળાંકો આવ્યા છે તે જાણવા આગળ ક્લિક કરો...

મૈસુર લિંકની શોધ

મૈસુર લિંકની શોધ


બેંગાલુરુના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ હેમેત નિંબાલકરે જણાવ્યું કે અમારી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે ISISની વિચારધારાનો પ્રચારક છે. તે આપણા મિત્ર દેશોના યુવાનોના મગજમાં અસર પેદા કરીને ISIS માટે યોદ્ધાઓ તૈયાર કરે છે. અમે અવાસ્તવિક અને વાસ્તવિક સંબંધોનું જોડાણ તપાસવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે આ તપાસને કોઇ સ્થાનિક સંબંધો કે સ્લીપર સેલ ના અસ્તિત્વની પણ તપાસ કરી રહ્યા છીએ.

@shamiwitness પરત આવ્યો?

@shamiwitness પરત આવ્યો?


બેંગલુરુ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ તેમન તપાસમાં @shamiwitnessની ટ્વીટ્સ અને તેમના ફોલોઅર્સની વિગતે ચકાસણી કરવાનું શરૂ કર્યું છે. આ એકાઉન્ટ પરતી અંદાજે 1,30,000 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેના 7600 ફોલોઅર્સ છે. તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવાયું છે કે તેણે તેની ટ્વીટ્સ અને મિત્રો સાથેના જવાબો બચાવી લીધા છે. આ બધુ એક ખાસ ટૂલ મારફતે કરવામાં આવ્યું છે. પોલીસના કહેવાથી ખાતુ ફરીથી ખોલવામાં આવ્યું હતું. જેથી તેઓ ટ્વીટની તપાસ કરી શકે.

મેંહદીને પાંચ દિવસના રિમાન્ડ

મેંહદીને પાંચ દિવસના રિમાન્ડ


પોલીસે મેંહદી મસરૂર બિસ્વાસને ગઇકાલે રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા પોલીસને પાંચ દિવસના રિમાન્ડની પરવાનગી મળી હતી.

પોલીસ અધિકારીને ધમકી

પોલીસ અધિકારીને ધમકી


મેંહદીની ધરપકડ બાદ ડીસીપી (ક્રાઇમ) અભિષેક ગોયલને ટ્વીટર હેન્ડલ @abouanfal6 તરફથી ધમકી મળી હતી કે અમે અમારા ભાઇઓને તમારા હાથમાં રહેવા દઇશું નહીં, બદલો લેવા ટૂંકમાં પાછા ફરીશું. "@goyal_abhei we will not leave our brothers in your hand Revenge is coming wait for our reaction"

મેં કાયદો તોડ્યો નથી : મેંહદી

મેં કાયદો તોડ્યો નથી : મેંહદી


પોલીસની પૂછપરછ દરમિયાન ISIS ટ્વીટર હેન્ડલ @shamiwitness અપડેટ કરનાર મેંહદી મસરૂર બિસ્વાસે પોલીસને જણાવ્યું હતું કે 'મારું માનવું છે કે ભારતમાં મેં કોઇ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.' પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મેંહદીને ભારતીય કાયદાનું સારું જ્ઞાન છે. તેને ધ્યાનમાં હતું કે ભારત સામે એક શબ્દ બોલતા તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે અને તેને ફાંસી સુધીની સજા થઇ શકે છે. આ કારણે તે ભારત વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારતો ન હતો. વળી ટ્વીટર પર એક પ્રશ્વ સિરિયામાં ISISમાં ભારત કે પાકિસ્તાનના કેટલા લોકો છે?ના જવાબમાં કોઇ રિસ્પોન્સ આપ્યો ન હતો. આવું તે જાણી જોઇને કરતો હતો. આ સાથે તેને ટેકનોલોજીનું પણ સારુ જ્ઞાન હતું જેનો તે ફાયદો ઉઠાવતો હતો.

English summary
ISIS Twitter case Updates : Is @shamiwitness back? Bangaluru police search for Mysore links.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X