Israeli Embassy Blast: બ્લાસ્ટ સાઈટથી મળ્યુ દૂતાવાસનુ સરનામુ લખેલુ કાગળ, બૉમ્બ બનાવવાનો સામાન
Israeli Embassy Blast Update News: રાજધાની દિલ્લીમાં સ્થિત ઈઝરાયેલના દૂતાવાસ પાસ શુક્રવારે (29 જાન્યુઆરી)ની સાંજે આઈઈડી વિસ્ફોટ થયો. જેની તપાસ ચાલુ છે. દિલ્લીના લુટિયંસ વિસ્તારમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઈઝરાયેલી દૂતાવાસની બહાર આ બ્લાસ્ટ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ સાઈટથી એક કાગળ મળ્યુ છે જેના પર ઈઝરાયેલી દૂતાવાસનુ સરનામુ લખ્યુ છે. કાગળ પર ઈઝરાયેલ દૂતાવાસના રાજદૂતનુ નામ પણ છે. હાલમાં આ કાગળને તપાસ માટે ફૉરેન્સિક ટીમને સોંપી દીધુ છે. જો કે આ વિશે હાલમાં વધુ માહિતી મળી શકી નથી. મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટ સ્થળથી અમુક બૉલ-બેરિંગ પણ મળ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે આનો ઉપયોગ બૉમ્બ બનાવવામાં કરવામાં આવ્યો હતો.
દિલ્લીમાં વધારવામાં આવી સુરક્ષા
ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા આ વિસ્ફોટ બાદ દિલ્લીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્ફોટને ઈઝારયેલ આતંકી હુમલા તરીકે જોઈ રહ્યો છે. વળી, આ મામલે દિલ્લી પોલિસના અધિક જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યુ છે કે લુટિયંસ વિસ્તારમાં થયેલા ધમાકામાં અમુક કારોના કાચ તૂટી ગયા છે. જો કે પ્રારંભિક તપાસમાં એવુ લાગે છે કે આ બધુ હોબાળો પેદ કરવા માટે કરવામાં આવ્યુ હતુ.
દિલ્લી પોલિસ કમિશ્નરે કર્યુ સ્થિતિનુ નિરીક્ષણ
વળી, દિલ્લી પોલિસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે ઈઝારયેલી દૂતાવાસ પાસે થયેલ ધમાકા બાદ ઘટના સ્થળની મુલાકાત લીધી. ત્યારબાદ દિલ્લી પોલિસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે આ મામલે અજ્ઞાત વ્યક્તિ સામે ઘણી કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. પોલિસે એ માહિતી આપી છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જાનહાનિના કોઈ સમાચાર નથી
દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં કોઈના જાનમાલના નુકશાના સમાચાર નથી. દિલ્લી પોલિસે જણાવ્યુ કે આ આઈઈડી વિસ્ફોટ ખૂબ જ ઓછી ક્ષમતાવાળો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે જણાવ્યુ કે બસ પાસે ઉભેલી ત્રણ કારના કાચ તૂટી ગયા છે. આ ઉપરાંત કોઈ સંપત્તિને નુકશાન થયુ નથી. લુટિયંસ વિસ્તારમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઈઝરાયેલી દૂતાવાસની બહાર આ બ્લાસ્ટ એ વખતે થયો જ્યારે માત્ર દોઢ-બે કિલોમીટર દૂર ગણતંત્ર દિવસ સમારંભના સમાપન પર થનાર બીટિંગ રીટ્રીટ કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર હતા.
દિલ્હીમાં દૂતાવાસ બહારના બ્લાસ્ટને ઈઝરાયલે આતંકી હુમલો ગણાવ્યો