For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચનને જોઇને નિઃશબ્દ થયા ઇઝરાયલના PM

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગુરૂવારે માયાનગરી મુંબઇ પહોંચ્યા હતા. સવારે તેઓ દેશના ઉદ્યમીઓને મળ્યા હતા અને સાંજે તેમની મુલાકાત બોલિવૂડના સિતારાઓ સાથે થઇ હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગુરૂવારે માયાનગરી મુંબઇ પહોંચ્યા હતા. સવારે તેઓ દેશના ઉદ્યમીઓને મળ્યા હતા અને સાંજે તેમની મુલાકાત બોલિવૂડના સિતારાઓ સાથે થઇ હતા. બોલિવૂડ સિતારાઓમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર, ઇમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબરોય, પ્રસૂન જોશી સહિત અનેક લોકો પીએમ નેતન્યાહૂને મળ્યા હતા. તેમની આ મુલાકાતને યાદગાર બનાવતા પીએમ નેતન્યાહૂને કહ્યું કે, અંગ્રેજીમાં એક શબ્દ હોય છે, સ્પીચલેસ(નિઃશબ્દ), જેનો અનુભવ મને અહીં અમિતાભ બચ્ચનને મળીને થઇ રહ્યો છે.

અમિતાભ બચ્ચનને જોઇ થયા અભિભૂત

અમિતાભ બચ્ચનને જોઇ થયા અભિભૂત

તેમણે કહ્યું કે, મને લાગતું હતું કે હું મોટી હસ્તી છું, પછી મને અમિતાભ બચ્ચનના જલવાનો અનુભવ થયો, તેમની લોકપ્રિયતાનો અનુભવ ટ્વીટર ફોલોઅર્સ જોઇને થયો. તેમના ટ્વીટર ફોલોઅર્સ મારા કરતા 30 મિલિયન(3 કરોડ) વધુ છે અને આથી હું નિઃશબ્દ છું.

‘દુનિયા બોલિવૂડને ખૂબ પસંદ કરે છે’

‘દુનિયા બોલિવૂડને ખૂબ પસંદ કરે છે’

નેતન્યાહૂએ કહ્યું કે, દુનિયા બોલિવૂડને ખૂબ પસંદ કરે છે, ઇઝરાયલ પણ તેમને ખૂબ પસંદ કરે છે અને હું પણ તમને લોકોને ખૂબ પસંદ કરું છું અને ��ૌનું ખૂબ સન્માન કરું છું. મારી પત્ની તો બોલિવૂડની સૌથી મોટી ફેન છે. અમે હાલમાં જ સિનેમા પર એક બિલ પાસ કર્યું છે, અમે સિનેમામાં 40 લાખ શેકલ્સનું રોકાણ કર્યું છે. તમે અમારા દેશમાં આવો, અમે સિનેમામાં વધુ રોકાણ કરીશું, એ બંને દેશો માટે ખૂબ સારું રહેશે.

‘આપણે સાથે કામ કરીશું’

‘આપણે સાથે કામ કરીશું’

તેમણે કહ્યું કે, તમે લોકો ત્યાં આવો, આપણે સાથે કામ કરીશું. અમે તમને શ્રેષ્ઠ ટેક્નિક આપીશું, જેમાં ક્રિએશન પણ હશે. અમારી પાસે હોમલેન્ડ અને POW છે, જે અમારા શોનું ફોર્મેટ છે. જો આપણે મળીને કામ કરીશું તો આપણી પાસે ટેક્નિક, વિજ્ઞાન અને કળા બધુ જ હશે, જેની પર દુનિયાને ગર્વ થશે.

જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ઇઝરાયલ

જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ઇઝરાયલ

તેમણે આગળ કહ્યું કે, હું તમારા સૌ સાથે એક સેલ્ફી લેવા માંગુ છું, જેથી દુનિયા અમારા સંબંધોને જુએ. તમને ખબર હશે કે દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવેલ સેલ્ફી એલન(શો પ્રેઝન્ટર)ની હતી, જે તેમણે ઑસ્કરાસમાં લીધી હતી. હવે હું ઇતિહાસ બનાવવા માંગું છું. તેમણે પોતાની વાત જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ઇઝરાયલ સાથે પૂર્ણ કરી હતી. એ પછી તેમણે બોલિવૂડ સિતારા સાથે સેલ્ફી લીધી હતી, જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળે છે, જે વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે.

English summary
Superstar Amitabh Bachchan told the visiting Israeli Prime Minister Benjamin Netanyahu at the Shalom Bollywood event that the Indian film industry produces more than 1,500 films every year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X